સોલા સિવિલમાં રેલવે સ્ટેશન જેટલી ભીડ
અમદાવાદ, સોલા સિવિલ હોસ્પિટલમાં કાલુપુર રેલવે સ્ટેશન જેવી ભીડ અઠવાડિયાની શરૂઆતમાં જ દર્દીઓની સંખ્યામાં વધારો કલાકોથી લાઈનમાં ઉભા દર્દીઓના સગા સબંધીઓ પરેશાન થઈ રહ્યા છે.
શહેરમાં હાલ બિમારીનો વાવડ ચાલી રહ્યો છે. ડેન્ગ્યુ મેલેરીયા જેવા રોગોને કારણે રોગચાળો વકરી રહ્યો છે. MBBS ડોકટરોનો ત્યાં રાત્રે 11 વાગ્યે પણ ભીડ જોવા મળે છે. સરકારી હોસ્પ્ટિલોમાં OPD પણ ખીચોખીચ ભરાઈ જાય છે. બીજી બાજુ વીએસ હોસ્પિટલની હાલત બંધ થવા જેવી થઈ ગઈ હોવાને કારણે બીજી હોસ્પિટલો પર લોકોનો ધસારો વધ્યો છે.
ખાસ કરીને પૂર્વમાં એલ.જી. હોસ્પિટલ અને પશ્ચિમમાં સોલા સિવીલ હોસ્પિટલમાં ભીડ વધુ જોવા મળે છે.