નેશનલ ટોબેકો કન્ટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત રાજ્યકક્ષાના મલ્ટી સ્ટેક હોલ્ડર કન્સલ્ટેશન પ્રોગ્રામનું ગાંધીનગર ખાતે આયોજન
આયોજિત સ્ટેટ લેવલ મલ્ટી સ્ટેકહોલ્ડર વર્કશોપમાં જાહેર કરાઈ ગ્લોબલ યુથ ટોબેકો સર્વે 2019 ની યાદી
ભારતમાં તમાકુથી થતા મૃત્યુદરની ગંભીરતાને ધ્યાને લઈને સ્ટેટ લેવલ કંટ્રોલ સેલ અને ફેઇથ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે અર્ધ દિવસીય વર્કશોપનું આયોજન
નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ (NTCP) અંતર્ગત રાજ્ય કક્ષાના મલ્ટી સ્ટેકહોલ્ડર કન્સલ્ટેશનનું સ્ટેટ ટોબેકો કંટ્રોલ સેલ, ગાંધીનગર અને ફેઇથ ફાઉંડેશનના સયુક્ત ઉપક્રમે GMERC હોલ, ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
તમાકુનું સેવન એ વિશ્વમાં થતા મોટા ભાગનાં મૃત્યુનું કારણ છે. સમગ્ર વિશ્વમાં તમાકુને કારણે થતા રોગોથી એટલે કે, ફેફસાના કેન્સર, હૃદય રોગની બિમારી તેમજ અન્ય બિમારીઓથી દર વર્ષે ૮૦ લાખ લોકો મૃત્યુને ભેટે છે. જયારે ભારતમાં ૧૩.૫૦ લાખ લોકો મૃત્યુને ભેટે છે. આ સમસ્યાની ગંભીરતાને ધ્યાનમાં લઈને સ્ટેટ ટોબેકો કંટ્રોલ સેલ અને ફેઇથ ફાઉંડેશનના સંયુકત ઉપક્રમે અર્ધ દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં ગ્લોબલ યૂથ ટોબેકો સર્વે 2019 ની ફેક્ટશીટ જાહેર કરવામાં આવી અને ટ્રીટ ટુ એન્વાઇરમેન્ટની ફેક્ટશીટ જાહેર કરવામાં આવી. ગ્લોબલ યૂથ ટોબેકો સર્વે 2019 ના ડેટા પ્રમાણે હાલમાં ગુજરાત માં 5.4% વિદ્યાર્થીઓ, જેમાં 6.3% છોકરાઓ અને 4.2% છોકરીઓ હાલમાં તમાકુના વ્યસન ધરાવે છે. તેમજ 5.1% વિદ્યાર્થીઓમાં 5.7% છોકરાઓ અને 4.1% છોકરીઓ હાલમાં ધુમ્રપાનના વ્યસન ધરાવે છે.
ફેઈથ ફાઉન્ડેશન ગુજરાત રાજ્યમાં વ્યસનમુક્તિ ક્ષેત્રે છેલ્લાં ૧૭ વર્ષથી કાર્યરત સંસ્થા છે. આ સંસ્થા ગુજરાત રાજ્ય તમાકુ નિયંત્રણ સ્ટિયરિંગ કમિટી વડોદરા શહેર, વડોદરા જિલ્લા તમાકુ નિયંત્રણ સ્ટિયરિંગ કમિટીની સભ્ય પણ છે. આ સંસ્થા ગુજરાતના બધા જિલ્લાઓમાં ગુજરાત રાજ્ય આરોગ્ય વિભાગ તથા સંલગ્ન જિલ્લા પંચાયત સાથે સંકલનમાં રહીને તમાકુ નિયંત્રણ ક્ષેત્રે કામ કરતી અગ્રણી સંસ્થા છે
આ સ્ટેટ લેવલ મલ્ટી સ્ટેકહોલ્ડર કન્સલ્ટેશનમાં ડૉ. આર.બી. પટેલ (ડેપ્યુટી ડાઇરેક્ટર-પબ્લિક હેલ્થ), ડૉ. અનિલ ચૌહાણ (Indian Medical Association પ્રેસિડન્ટ) ડૉ. ભાવેશ મોદી, પ્રોફેસર અને કમ્યૂનિટી તેમજ ફેમિલી મેડિસિન (AIIMS-રાજકોટ), ડૉ. જયેશ સોલંકી (સ્ટેટ એપીડેમીઓલૉજીસ્ટ),
ડૉ. દર્શના બૂતએલા (ગુજરાત કેન્સર સોસાયટી, અમદાવાદ) મુખ્ય અતિથિ તરીકે તથા ગુજરાત રાજ્યના 33 જિલ્લાના epidemic medical officer, તમાકુ નિયંત્રણ પ્રોગ્રામના કાઉન્સિલર અને સોશિયલ વર્કર ઉપસ્થિત રહ્યાં હતા.