Western Times News

Gujarati News

ઈન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ (IGBC) દ્વારા અમદાવાદ સ્ટેશનને આપવામાં આવી “પ્લેટિનમ રેટિંગ”

પશ્ચિમ રેલ્વેના અમદાવાદ રેલ્વે સ્ટેશનને આઈજીબીસી (ઈન્ડિયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલ) દ્વારા ગ્રીન રેલવે સ્ટેશન શ્રેણીમાં પશ્ચિમ રેલવેમાં પ્રથમ ગ્લોબલ લીડરશીપ-પ્લેટિનમ રેટિંગ આપવામાં આવી છે.

ઈન્ડિયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલ (IGBC) એ ભારતીય રેલ્વેના પર્યાવરણ નિયામકના સહયોગથી ગ્રીન કોન્સેપ્ટ અપનાવવાની સુવિધા માટે ગ્રીન રેલ્વે સ્ટેશન રેટિંગ સિસ્ટમ વિકસાવી છે, જેનાથી રેલ્વે સ્ટેશનના સંચાલન અને જાળવણીની પ્રતિકૂળ પર્યાવરણીય અસરોને ઘટાડી શકાય અને એકંદરે મુસાફરો માટે સારું વાતાવરણ પૂરું પાડી શકાય.

રેટિંગ સિસ્ટમ જળ સંરક્ષણ, કચરાનું સંચાલન, ઉર્જા કાર્યક્ષમતા, અશ્મિભૂત ઇંધણનો ઓછો ઉપયોગ, કાચા માલના ઉપયોગ પર ઓછી નિર્ભરતા અને ગ્રાહકોની આરોગ્ય અને સુખાકારી જેવી રાષ્ટ્રીય પ્રાથમિકતાઓને પ્રગટ કરવામાં મદદ કરે છે. પશ્ચિમ રેલવેના અમદાવાદ રેલવે સ્ટેશનનું મૂલ્યાંકન કરીને પ્લેટિનમ રેટિંગ આપવામાં આવ્યું છેઃ

આઈજીબીસી ગ્રીન રેલ્વે સ્ટેશન રેટિંગ દ્વારા 6 પર્યાવરણીય પરિમાણોના આધારે મુલ્યાંકન કરવામાં આવે છે. તે પરિમાણ (1) Sustainable Station Facility કાયમી સ્ટેશન સુવિધા, (2) Health, Hygiene & Sanitation આરોગ્યરક્ષણ અને સફાઈ, (3) Energy Efficiency ઉર્જા કાર્યક્ષમતા, (4) Water Efficiency જળ કાર્યક્ષમતા, (5) Smart & Green Initiatives સ્માર્ટ અને હરિયાળી શરૂઆતો અને (6) Innovation & Development નવોત્થાન અને વિકાસ.

ઉપરોક્ત તમામ છ પરિમાણોમાં અમદાવાદ વિભાગના તમામ વિભાગો દ્વારા તેમના ગ્રાહકો પ્રત્યેની જવાબદારી તેમજ તેમની ઉત્તમ સંઘ ભાવના દર્શાવતા, અમદાવાદ રેલ્વે સ્ટેશનને પશ્ચિમ રેલવેના પ્રથમ અને ભારતીય રેલ્વેના 7મા પ્લેટિનમ રેટિંગ રેલ્વે સ્ટેશનનું ગૌરવ અપાવ્યું છે.

અમદાવાદ રેલવે સ્ટેશન પર ઉપયોગકર્તાઓ માટે આવવા જવાના અલગ-અલગ 03 રસ્તા ઉપલબ્ધ કરાવવામાં આવ્યા. જેમ કે (1) પિકઅપ અને ડ્રોપ લેન (2) ઓટો લેન અને (3) પાર્કિંગ લેન.

(1)  યાત્રીઓના માર્ગદર્શન માટે સ્ટેશન પર ઉપલબ્ધ સુવિધાઓના ક્યુઆર કોડ લગાવવામાં આવ્યા જેમને સ્કેન કરીને યાત્રી સ્ટેશન પર ઉપલબ્ધ તમામ સુવિધાઓની માહિતી મેળવી તેનો ઉપયોગ કરી શકે છે.

(2)  અમારી વિશેષ દિવ્યાંગજન ઉપયોગકર્તાઓના માર્ગદર્શન માટે બ્રેઈલ લિપીમાં ઠેકઠેકાણે માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. રેમ્પ વ્હીલચેર, લિફ્ટ, પોર્ટેબલ રેમ્પ અને ઓટોમેટિક સીડીઓની જોગવાઈ પણ કરવામાં આવી છે.

(3)  UTS બિલ્ડીંગમાં ATVM મશીન લગાવવામાં આવ્યા છે. પ્લેટફોર્મની છત પર સોલર પેનલ લગાવવામાં આવી છે તેમજ તમામ વીજળીના ઉપકરણો 5 સ્ટાર રેટિંગના છે અને તમામ લાઈટોને એલઈડી લાઈટથી બદલવામાં આવી છે.

(4)  અમદાવાદ રેલવે સ્ટેશન પર રોજના 3 લાખથી વધુ યાત્રીઓની અવરજવરને ધ્યાનમાં રાખતાં તેમને હાઈજીન અને સ્વચ્છ વાતાવરણ ઉપલબ્ધ કરાવવા માટે સ્ટેશન સંકુલ, રસ્તા, વેઈટીંગ રૂમ્સ, કચેરીઓ, ટ્રેકની મશીનો દ્વારા સફાઈ કરવામાં આવે છે તેમજ સતત જનરેટ થતા કચરાનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે છે. જેમાં ત્રણ શિફ્ટમાં સાફ સફાઈ કરવામાં આવે છે.

(5)  કચરાના નિકાલ માટે બધી જગ્યાએ ત્રણ પ્રકારના ડસ્ટબિન ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે જેનાથી સ્ટેશન સંકુલથી ઉપજતો કચરો ઓન સાઈટ જ અલગ અલગ ડસ્ટબિનમાં જમા થઈ શકે. યાત્રીઓની જાગરૂકતા માટે વખતોવખત કેટલાય પ્રકારના અભિયાન ચલાવવામાં આવે છે સાથે જ ઉદઘોષણા પ્રણાલી દ્વારા જાગૃત કરવામાં આવે છે. સમગ્ર સ્ટેશન 108 સીસીટીવી કેમેરાથી સુસજ્જ છે જેનાથી સફાઈની સાથે સાથે અન્ય ગતિવિધિઓ પર પણ ચાંપતી દેખરેખ રાખવામાં આવે છે.

(6)  આની સાથે સાથે સ્ટેશન સંકુલ અને ટ્રેનથી ઉપજતા કચરાને રીસાઈકલ કરીને કેટલાક પ્રકારના ઉત્પાદનો બનાવવામાં આવે છે જેમ કે, થેલા, રૂમાલ, ટી શર્ટ, પેવર બ્લોક વગેરે જેનાથી કચરાનો યોગ્ય રીતે નિકાલ અને રીસાઈકલ કરી શકાય, જેના વડે અમે થોડોક પણ કાર્બન ઉત્સર્જન ઓછો કર્યો છે જેની આઈજીબીસી દ્વારા પ્રશંસા કરવામાં આવી છે.

(7)  સ્ટેશન સંકુલમાં દરેક પ્લેટફોર્મ પર બોટલ ક્રશિંગ મશીન લગાવવામાં આવી છે જેનાથી યાત્રી પોતેજ પ્લાસ્ટિકની બોટલને ક્રશીંગ મશીનમાં નાખીને આ અભિયાનમાં સહયોગ કરી રહ્યા છે.

(8)  રીસાઈકલ કરવામાં આવેલા પાણીનો ટ્રેનોની ધોલાઈ અને બગીચામાં ઉપયોગ કરીને પાણી બચાવવામાં આવી રહ્યું છે.

આ કાર્યક્રમમાં ચેરમેન IGBC, અમદાવાદ શ્રી સમીર સિંહા, કો-ચેરમેન IGBC, અમદાવાદ શ્રી જયેશ હરિયાણી, ડેપ્યુટી ડાયરેક્ટર CII-IGBC શ્રી હિમાંશુ શાહ, મંડળ રેલ પ્રબંધક શ્રી તરૂણ જૈન, અપર મંડળ રેલ પ્રબંધક શ્રી અનંત કુમાર, વરિષ્ઠ મંડળ પર્યાવરણ અને ગૃહવ્યવસ્થા પ્રબંધક શ્રી એસ.ટી રાઠોડ તથા રેલવેના અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.