ભરૂચ જીલ્લાના નબીપુર ખાતે ફ્લેગ માર્ચ યોજાઈ
(પ્રતિનિધિ) ભરૂચ, આગામી દિવસોમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ચૂંટણી માં કોઈ અનિચ્છનિય બનાવ ન બને તેની તકેદારીના ભાગરૂપે ભરૂચ જીલ્લાના નબીપુર ખાતે ૧૦૦ મિલેટરી ટાસ્ક ફોર્સ અમદાવાદની એક ટૂકડીના રવિ કુમાર વર્મા હેડ કમાન્ડર અને ગોવિંદ પ્રસાદ યુનિયાલ કમાન્ડર ની આગેવાની હેઠળ ફ્લેગમાર્ચનું આયોજન કરાયું હતું.આ ફ્લેગમાર્ચ દરમ્યાન નબીપુર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ કે.એમ.ચૌધરી તેમના સ્ટાફ સાથે હાજર હતા.
આ ફ્લેગમાર્ચનો મુખ્ય ઉદ્દેશ આવનારી વિધાનસભામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ ભવિષ્યમા પણ કોઈ અનિચ્છનીય બનાવ બને અને બને તો તેને કેવી રીતે નિયંત્રણ કરી શકાય હેતુ થી ગામની સંપૂર્ણ ભૌગોલિક માહિતીથી વાકેફ રહેવા અને પોલીસ અને પ્રજા વચ્ચેના વિશ્વાસમાં વધારો થાય તે હેતુ થી આ ફ્લેગ માર્ચ યોજાઈ હતી. આ ટુકડીએ નબીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભૂતકાળમાં કોઈ અનિચ્છનીય બનાવ બન્યો છે કે નહિ તેની પણ જાણકારી મેળવી હતી.
ટૂકડી દ્વારા ગામના પ્રતિષ્ઠિત આગેવાનો અને સામાન્ય નાગરિકો સાથે પણ વાત કરી હતી અને ભવિષ્યમાં જાે કોઈ બનાવ બને તો તેઓ ખડેપગે સેવા બજાવશે તેવી હૈયાધારણ આપી હતી.ગામના માર્ગો અને શેરી મહોલ્લામાં પ્રવેશતા ગ્રામજનોએ તેમને વધાવી તેમનો ઉત્સાહ વધાર્યો હતો.