કાલુપર રેલવે સ્ટેશન પ્લેટફોર્મ ટિકિટના ભાવ વધારો થયો
દિવાળી સુધી પ્લેટફોર્મ ટિકિટના ૨૦ રૂપિયા આપવા પડશે, દિવાળી સમયે પ્લેટફોર્મ ઉપર બિનજરૂરી ભીડ ના થાય તે માટે ર્નિણય લેવાયો
અમદાવાદ, દિવાળીના સમયમાં ટ્રેન-ફ્લાઈટની ડિમાન્ડ વધી જતી હોય છે. આ સમયે અનેક લોકો પોતાના ઘરે જાય છે, તો કેટલાક પોતાના સંબંધીઓના ઘરે જતા હોય છે. તો કેટલાક દિવાળીની રજાઓમાં ફરવા ઉપડી જતા હોય છે. આવામાં જાે તમારા સંબંધીઓને અમદાવાદ સ્ટેશન પર લેવા કે મૂકવા જવુ હોય તો તમારે વધુ રૂપિયા ચૂકવવા પડશે.
રેલવે પ્લેટફોર્મની ટિકિટના ભાવમાં ૧૦ રૂપિયાનો વધારો થયો છે. આવતીકાલ ૧૫ ઓક્ટોબરથી અમદાવાદીઓને કાલુપુર રેલવે સ્ટેશન ઉપર પરિજનોને મુકવા કે લેવા જવુ મોંઘુ પડશે. કારણ કે, રેલવે પ્લેટફોર્મની ટિકિટના ભાવમાં ૧૦ રૂપિયાનો વધારો કરાયો છે.
પ્લેટફોર્મ ટિકિટના દર ૧૦ રૂપિયાથી વધારી ૨૦ રૂપિયા રાખવામાં આવ્યો છે. આ ર્નિણય દિવાળી વેકેશનમાં ઉમટી પડતી ભીડને લઈને લેવાયો છે. માત્ર ૧૫ ઓક્ટોબરથી ૧૦ નવેમ્બર સુધી જ ૨૦ રૂપિયા ચૂકવવા પડશે. તે પછી ૧૦ નવેમ્બર બાદથી રેગ્યુલર ૧૦ રૂપિયા વસૂલાશે.
વેકેશનના સમયે અમદાવાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર બિનજરૂરી ભીડ ન થાય તે માટે ર્નિણય લેવાયો છે. પરંતુ હવેથી તમને સ્ટેશન પર પરિજનોને મૂકવા કે લેવા જવું મોંઘું પડશે. મહત્વનું છે કે રેલવે પ્લેટફોર્મ પર જવાની ટિકિટ ૧૦ રૂપિયા છે. પરંતુ વેકેશનના સમયે પ્લેટફોર્મ ઉપર બિનજરૂરી ભીડ એકઠી ન થાય તે માટે ટિકિટના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.