ગુજરાતી ફિલ્મ ‘બાગડ-બિલ્લા’ એક ફિઝીયો થેરાપીસ્ટની કહાની
ભાવિન માંડવિયા અને સચિન બ્રહ્નભટ્ટની એક અદ્દભૂત ફિલ્મ “બાગડ-બિલ્લા”
રહસ્ય… રોમાંચ…ને પ્રણયના ડિરેકટર સચીન બ્રહ્નભટ્ટ અને લેખક-નિર્માતા ભાવિના માંડવિયા આમ તો ફિલ્મ-નાટ્ય જગત સાથે સંકળાયેલા નામો છે.
નિર્માતા-લેખક ભાવિન માંડવિયાને નાનપણ થી જ લેખન-વાંચનનો શોખ હતો આ શોખ આગળ જતા ગુજરાતી ફિલ્મ ‘બાગડ-બિલ્લા’ મૌલીન પરમાર સાથે લખાઈ. promo of the most eagerly awaited Gujarati Film “BaagadBillaa –
Here is the first dialogue promo of the most eagerly awaited Gujarati Film “BaagadBillaa – બાગડબિલ્લા”#ExpectTheUnexpected this Diwali, Releasing on 25th Oct 2022 #ThisDiwaliBaagadBillaa 🎇 pic.twitter.com/LfFn12R9xB
— Madhav Motion Pictures (@MadhavMotion) October 13, 2022
જે મિત્ર અને અભિનય જગતનું જાણીતુ નામ સચિન બ્રહ્નભટ્ટને પસંદ આવતા ફિલ્મ નિર્માણનો વિચાર આવ્યો વિષય તદ્દન નવો જ હતો એટલે ‘બાગડ-બિલ્લા’ નું નિર્માણ પોતે જ કરવાનો નિર્ણય કર્યો. ‘બાગડ-બિલ્લા’ના ડિરેકટર તરીકે સચીન બ્રહ્નભટ્ટ જ શા માટે ?
એવું પુછતા ભાવિન કહે છે છેલ્લા ૨૦ વર્ષનો એડ ફિલ્મો, નાટકો, સહ ડિરેકશન…એસોસીએટ ડિરેક્ટર, વોઈસ ઓવર અનેે અભિનયનો સમૃદ્ધ વારસો સચિન પાસે હતો તેની કામ કરવાની તેની નિષ્ઠાથી હું પરિચિત હતો એટલે ‘બાગડ-બિલ્લા’ની દિગ્દર્શનની જવાબદારી અમે સચિનને જ સોંપી.
સચિન બ્રહ્નભટ્ટ, ભાવિન વિશે વાત કરતા કહે છે ભાવિન આમ તો વ્યવસાયે ફિઝીયોથેરાપીસ્ટ છે એ સમાજને તંદુરસ્ત રાખવાનું કામ કરે છે. ફિલ્મ પણ એટલી જ સરસ અને તંદુરસ્ત બનાવી છે! ‘બાગડ-બિલ્લા’ માં ચેતન ધનાણી, જાેલી રાઠોડ, ઓજસ રાવલ, ચેતન દૈયા અને દિનેશ લાંબા જેવા કલાકારો જાેવા મળશે.