Western Times News

Gujarati News

પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને ૧.૭૫ લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

કાર ચાલક રસ્તામાં કાર મૂકીને ફરાર થઈ ગયો હતો ઃ પોલીસે કુલ દારૂ અને કાર મળીને રૂ.૫.૭૫ નો મુદ્દામાલ કબ્જે કર્યો

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) અંકલેશ્વર તાલુકા પોલીસે દારૂની બાતમીના આધારે વોચ ગોઠવી હતી.બાતમીવાળી કાર આવતા તેને રોકાવતા નહિ રોકતા પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને કારને ઝડપી પાડી હતી.જાેકે કાર ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો હતો.

પોલીસે કાર માંથી ભારતીય બનાવટની દારૂની કુલ ૧૩૬૮ બોટલો કિંમત રૂ.૧.૭૫ અને કારની કિંમત રૂ.૫ લાખ ગણીને કુલ રૂ.૫.૭૫ લાખનો મુદ્દામાલ કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી કરીને ફરાર કાર ચાલકને ઝડપી પડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

અંકલેશ્વર તાલુકા પોલીસ મથકનો સ્ટાફ તહેવારના સમયે તેમના વિસ્તારમાં કોઈ ગુના ન બને માટે પેટ્રોલીંગમાં ફરતો હતો.તે સમય દરમીયાન બાતમીદાર પાસેથી માહિતી મળી હતી કે એક સફેદ કલરની ઈનોવા કારમા કોસંબા બાજુથી દારૂનો જથ્થો ભરીને હથુરણ થઈને પાનોલી ગામમાં આવનાર છે.

સદર માહિતી મળતા જ તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પીઆઈ બી.એમ.ચૌધરીના માર્ગદર્શન હેઠળ પાનોલી ગામ નજીક વોચમાં ગોઠવાઈ ગયો હતો.ત્યારે બાતમી વાળી ઈનોવા કાર આવતાં પોલીસ સ્ટાફે તેને રોકવાનું કહેતા કાર ચાલકે કારને ઝડપે હંકારી દીધી હતી.પોલીસે તેનો ફિલ્મી ઢબે પીછો કરતાં કાર ચાલક કારને મૂકીને ખેતરોમાં ભાગી ગયો હતો.

પોલીસે કારમાં તપાસ કરતાં તેમા અલગ અલગ બ્રાન્ડની નાની-મોટી દારૂની બોટલ અને બિયરના ટીન કુલ ૧૩૬૮ નંગ જેની કિંમત રૂ.૧,૭૫,૨૦૦ નો ઝડપી પાડ્યો હતો.જ્યારે પોલીસે ઈનોવા કારની કિંમત રૂ.૫ લાખ ગણીને કુલ રૂ.૬,૭૫,૨૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરીને ફરાર ઈનોવા ચાલકને ઝડપી પાડવાની કવાયત હાથધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.