મોડાસા માલપુર રોડ બાયપાસ ચોકડી ઉપર ભવ્ય પ્રમુખ સ્વામી મહારાજ સર્કલનું લોકાર્પણ
(પ્રતિનિધિ)મોડાસા, મોડાસા માલપુર રોડ બાયપાસ ચોકડી ઉપર BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારાનિર્મિત ભવ્ય પ્રમુખ સ્વામી મહારાજ સર્કલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.ઉદ્ઘાટન પૂર્વે શાસ્ત્રોક વિધિ પૂજ્ય મંગલ પુરુષ સ્વામી અને પૂજ્ય ર્નિમળએ કરાવી હતી
આ પ્રસંગે મંત્રી અર્જુનસિંગ ચૌહાણજિલ્લા કલેકટર નરેન્દ્ર મીના ધારા સભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર, જસુભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ જલ્પાબેન ઉપપ્રમુખ રાકેશ મહેતા ઉપરાંત ૩૦૦ જેટલા શહેરી જનો હાજર રહ્યા હતા સંતો અને મંત્રી શ્રી એ પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદ ને યાદ કરીને જણાવ્યું હતુ કે આ સર્કલ અને અક્ષર ડેરી ના જે દર્શન કરશે તેમના શુભ શંકલ્પ પુરા થશે . પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ ધામ ધૂમ થી ઉજવાશે અને જિલ્લાના દરેક ને નગર જાેવા આમંત્રણ આપ્યું હતું.
કલેક્ટર શ્રી મીના સાહેબ BAPS સ્વામિનારાયણ સંસ્થા ના સેવા કર્યો ની સરાહના કરી હતી અને આ કાર્ય થી રોડ પર ના મુસાફરોની સલામતી વધુ સુધરશે તેવો આશાવાદ દ્રઢ કર્યો હતો આ પ્રસન્ગે પૂ સંતો એ આ સર્કલ અક્ષરદેરી પ્રમુખ સ્વામી મહારાજ ના જીવન કર્યો ને યાદ કર્યા હતા અને સેવા ભાવના ના સૂત્રો આ સર્કલ પર દર્શન થાય છે સર્કલમાં જે અક્ષરદેરી છે તેમાં મૂળ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીના સમાધિ સ્થાન – ગોંડલના દર્શન થાય છે. બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ કહેતા “ અક્ષરદેરી એક કલ્પવૃક્ષ છે, સર્વેના સંકલ્પ અહીં પૂર્ણ થાય છે ” આવી પ્રતાપી અક્ષરદેરીના આવતાં-જતાં દરેકને દર્શન થશે અને શાંતિ થશે.
સર્કલના પ્લેટફોર્મ પર ચાર ખૂણે ચાર પ્રતિમાઓ છે, જે દરેકના જીવનમાં કઈંક ને કઈંક સંદેશ સાથે પ્રેરણા આપે છે. મોડાસા શહેર તરફની બે પ્રતિમાઓ પૈકી એક પ્રતિમા સંદેશ આપે છે કે એકબીજાની સંભાળ રાખવી અર્થાત સુહૃદભાવ રાખવો, બીજી પ્રતિમા એક બીજા પ્રત્યે દયા અને કરુણા દાખવવી દર્શાવે છે. માલપુર રોડ તરફની બે પ્રતિમાઓ પૈકી એક પ્રતિમા સંદેશ આપે છે કે એકબીજાને મદદરૂપ થવું અને બીજી પ્રતિમા સેવા ભાવના દર્શાવે છે.
પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજનું જીવન પરહિત માટે જ હતું. તેમનામાં મદદ કરવી, દયા, સેવા અને સરભરાના ગુણોનું દર્શન થાય છે, જેનું પ્રતિબિબ આ સર્કલમાં જાેવા મળે છે. સામાજિક, શૈક્ષણિક, આર્થિક, ધાર્મિક, સ્વાસ્થ સુરક્ષા, પર્યાવરણ અને સાંસ્કૃતિક જેવા વિવિધ ક્ષેત્રોમાં બી.એ.પી.એસ. સંસ્થાનું મહામુલું યોગદાન રહેલ છે.
દુષ્કાળ રાહત હોય કે કુદરતી હોનારત હોય, કેટલ કેમ્પ હોય કે રેલરાહત હોય, સર્વે આપત્તિ સમયે સ્વામીશ્રીની કરુણા અને પરહિતની ગંગા સતત વહેતી જ રહેલી હોય છે. પ.પૂ. પ્રમુખસ્વામીની જીવન ભાવના હતી કે “ સૌના સુખમાં આપણું સુખ ”, “ સૌના ભલામાં આપણું ભલું ”, “ સૌની પ્રગતિમાં આપણી પ્રગતિ ”. આવા ગુણીયલ સંતના ચરણકમળમાં કોટી કોટી વંદન.