વિધાર્થીઓએ આંતરશાળા વિજ્ઞાન પ્રદર્શન સ્પર્ધામાં મેળવેલી સિદ્ધી

(પ્રતિનિધિ) વાપી, વાપીની જ્ઞાનધામ સ્કૂલ દ્વારા તારીખ ૧૪/૧૦/૨૦૨૨ ના રોજ આંતરશાળા સાયન્સ એક્ઝિબિશન ( વિજ્ઞાન પ્રદર્શન સ્પર્ધા) નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમને જણાવતા આનંદ અને ગર્વ અનુભવાય રહ્યો છે એમાં શ્રી એલ. જી હરીઆ મલ્ટી પર્પઝ સ્કૂલ, વાપીના નર્સરીમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થી રાજશ્રી સાઉ જેમણે દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો છે.
જેમનો વિષય હતો “ એર પંપ “, જુનિયર કેજીના કાર્તિક સિંઘે તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો છે જેમનો વિષય હતો “ ન્યુટન ડીસ્ક”. સિનિયર કેજીની વીરા ભાનુશાલી એ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે જેમનો વિષય હતો” હાઇડ્રોલિક લિફ્ટ”. ધોરણ એક(૧) માં અભ્યાસ કરનાર તનીશી ભવ્ય એ તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો છે જેમનો વિષય હતો “ સ્મોક એબ્સોરબર અને ધોરણ બીજામાં અભ્યાસ કરનાર વૈષ્ણવી શર્માએ તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો છે — જેમનો વિષય” લાઈટ પ્રોજેક્ટર “હતો.
આ દરેક વિદ્યાર્થીઓએ વિજય મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે. શાળાના આચાર્ય શ્રી બિન્ની પોલ શાળાના મેનેજમેન્ટ અને શિક્ષકો દ્વારા ખૂબ જ અભિનંદન પાઠવવામાં આવે છે . ‘સફળતા સખત મહેનતથી જ મળે છે અને પ્રયત્નો ક્યારેય પણ નિષ્ફળ જતા નથી “.