અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે ઉપરથી દારૂના જથ્થા સાથે એકની ધરપકડ
(પ્રતિનિધિ)નડિયાદ, પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા ખેડા-નડીયાદ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ ડી.એન.ચુડાસમા પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ઓ.જી ખેડા-નડીયાદ જીલ્લામાં અસરકારક કામગીરી કરવાની હોય જે સુચના અનુસાર પો.સબ.ઇન્સ
જે.વી.વાઢિયા તથા અહેડકો ધર્મપાલસિહ તથા સુભાષભાઇ, નિમેષભાઇ, મુકેશભાઇ, જીગ્નેશભાઇ તથા દશરથભાઇ, દશરથભાઇ નાઓ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.સબ.ઇન્સ જે.વી.વાઢિયા નાઓને મળેલ બાતમી આધારે વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે તરફથી ટાટા ટર્બો ગાડી નંબર ઇત્ન-૧૪ ડ્ઢ૭૯૦૪ માં પરપ્રાન્તીય વિદેશી દારૂ લઇ આવતા
હોય જે માહિતી અનુસંધાને આણંદથી નડીયાદ તરફ એક્સપ્રેસ વે ઉપર વોચ તપાસમાં ઉભા રહેલ અને સદર નંબરવાળી ગાડી આવતા તેને રોકી લઇ તેમાં ડ્રાઇવર તરીકે એક ઇસમ બેઠેલ બેઠેલ જેનુ નામ હેમારામ સ/ઓ ધીમારામ ખેરાદરામ જાટ(ચૌધરી) ઉ.વ. ૩૦ ધંધો- ડ્રાઇવિંગ રહે. મીઠડા
તા. ધોરીમાના જી. બાડમેર (રાજસ્થાન) જણાવેલ જેથી સદર ઇસમને પુછપરછ કરતા સદર ટાટા ટર્બો ગાડીમાં વિદેશી દારૂ એક ચ વોટર ફીલ્ટર એન્ડ એ.સી કુલર્સીની જગ્યાએ નકલી ચોરસ ખાનામાં ઇલેકટ્રીક મીટર તથા ફ્યુઝ લગાવેલા જે ચોરસ ખાનું બોલ્ટ તથા સ્કુથી ફીટ કરેલ
જે ખાનુ ખોલી જાેતા તેમાં ટાટા ટર્બો ભારતીય બનાવટનો પરપ્રાન્તનો વિદેશી દારૂનો જથ્થો કુલ બોક્ષ નંગ- ૪૩૪ જેમાં બોટલો નંગ- ૫૨૦૮ જેની કિં.રૂ. ૨૨,૫૧,૨૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ અને તેની સાથે અન્ય મુદ્દામાલ સાથે કુલ રૂ ૩૧,૫૮,૮૦૦/- મુદ્દામાલ સાથે એસ.ઓ.જી ખેડા-નડીયાદ નાઓએ પકડી પાડેલ અને આગળની વધુ કાર્યવાહી માટે ચકલાસી પોલીસ સ્ટેશન ખાતે આરોપી વિરૂધ્ધ પ્રોહી. એકટ કલમ ૬૫-ઇ, ૬૭-એ, ૯૮(૨), ૧૧૬(બી), ૯૯, ૮૧ તથા ઇ.પી.કો. કલમ- ૪૬૫, ૪૬૮, ૪૭૧ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.