કેન્દ્રીય ચૂંટણી પંચના નાયબ ચૂંટણી કમિશ્નરે રાજકોટ ખાતે સાત જિલ્લાની કરેલી સમિક્ષા
રાજકોટ, ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ની તૈયારીને અનુલક્ષીને કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા આજરોજ રાજકોટ ખાતે સાત જિલ્લાની સર્વગ્રાહી સમિક્ષા કરાઇ હતી.
રાજકોટ ખાતે આવેલ કેન્દ્રીય ચૂંટણી પંચના નાયબ ચૂંટણી કમિશ્નરશ્રી હ્રીદેશકુમાર, પ્રિન્સિપલ સેક્રેટરી એસ.બી.જોશી તથા ગુજરાત રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી પી.ભારતીએ વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ અંગે થયેલી તૈયારીની સમિક્ષા બેઠક યોજી હતી.
જેમાં વિધાનસભાની સામાન્ય ચુંટણી સંદર્ભે વિવિધ પાસાઓ અંગે વિસ્તૃત માહિતી ઉપસ્થિત સંબંધીત જિલ્લાઓના કલેકટરશ્રીઓ અને પોલીસ અધિક્ષકો દ્વારા રજુ કરાઇ હતી. આ તકે કેન્દ્રીય ચૂંટણી પંચના નાયબ ચૂંટણી કમિશ્નરશ્રી હ્રીદેશકુમારે ઉપસ્થિત સૌ અધિકારીઓને ચુંટણીલક્ષી માર્ગદર્શક સુચનો કર્યા હતા.
બેઠકની શરૂઆતમાં જિલ્લા કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુએ અને અધિક જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી એસ.જે.ખાચરે ચૂંટણીપંચના સભ્યશ્રીઓ તેમજ અન્ય જિલ્લા કલેકટરશ્રીઓ અને પોલીસ અધિક્ષકશ્રીઓને આવકાર્યા હતા.
આ બેઠકમાં રાજકોટ કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુ, જામનગર કલેકટરશ્રી સૌરભ પારધી, મોરબી કલેકટરશ્રી જી.ટી.પંડ્યા, દેવભૂમિ દ્વારકા કલેકટરશ્રી મુકેશ પંડ્યા, બોટાદ કલેકટરશ્રી બીજલ શાહ, સુરેન્દ્રનગર કલેકટરશ્રી કે.સી.સંપટ અને કચ્છ જિલ્લાના કલેકટરશ્રી દિલીપ રાણા તેમજ
રાજકોટ પોલીસ કમિશ્નરશ્રી રાજુ ભાર્ગવ, રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠોર, જામનગર પોલીસ અધિક્ષકશ્રી પ્રેમસુખ ડેલું, સુરેન્દ્રનગર પોલીસ અધિક્ષકશ્રી હરેશભાઈ દુધાત, મોરબી પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી, કચ્છ પશ્ચિમ પોલીસ અધિક્ષકશ્રી સૌરભ સિંધ, કચ્છ પૂર્વ પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા, બોટાદ પોલીસ અધિક્ષકશ્રી કિશોરભાઈ બળોલિયા, દેવભૂમિ દ્વારકા પોલીસ અધિક્ષકશ્રી નિતેશ પાંડેય ઉપસ્થિત રહ્યા હતા.