દિવાળીની ખરીદી કરતી વખતે મહિલા- ટાબરીયા ગેંગથી ચેતીને રહેજો
બજારમાં ગ્રાહકનો સ્વાંગ રચી લોકોને લૂંટતા મહિલા-ટાબરિયા ગેંગનો આતંક -ચોર ટોળકીને પકડવા પોલીસનું ગ્રાહક બનીને પેટ્રોલીંગઃ લાલ દરવાજા માર્કેટ ‘હોટસ્પોટ’
(એજન્સી) અમદાવાદ, દિવાળી આવે એટલે તસ્કરો પણ સક્રિય થઈ જતાં હોય છે અનેેે ચોરી કરવા માટે મેદાનમાં આવી જતા હોય છે. દિવાળીના પર્વમાં તસ્કરોનો સૌથી મોેટો ટાર્ગેટ ભીડભાડવાળી જગ્યા હોય છે. જ્યાં તે તકનો લાભ લઈને રોકડ રકમ,મોબાઈલ ફોન તેમજ કિંમતી ચીજવસ્તુઓની ચોરી કરતા હોય છે.
ગ્રાહકનો સ્વાંગ રચીને ચોર મહિલાઓ તેમજ બાળકો ભીડમાં આવી જાય છ. અને આસાનીથી પોતાના ઈરાદા પાર પાડે છે. આજકાલ લાલ દરવાજા ચોર મહિલા અને બાળકો માટે હોટસ્પોટ છે. જ્યાં તે ચોરીની ઘટનાને અંજામ આપે છે.
દિવાળીના પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે બજારમાં ખરીદી કરવા માટેની ભીડ જામી છે. કોરોનાકાળને ભૂલીને લોકો મન મુકીને ખરીદી કરી રહ્યા છે. જાે તમે બજારમાં ખરીદી કરવા માટે જાઓ તો તમારૂં પર્સ કે પછી મોબાઈલ ફોન સાચવીનેે રાખજાે નહીં તો તેની ચોરી થતાં સહજ પણ વાર નહીં લાગે. કારણ કેે ગ્રાહકના સ્વાંગમાં ચોર મહિલા અને બાળકો સક્રિય થયા છે. જે ભીડનો લાભ લઈને ચોરી કરે છે. લાલ દરવાજા ખાતે રોજ સંખ્યાબંધ લોકોના પાકીટ અને મોબાઈલ ફોનની ચોરી થઈ રહી છે.
બાળકોને સ્પેશ્યલ ચોરી કરવા માટેની ટ્રેેનિંગ આપવામાં આવે છે. અને બાદમાં બજારોમાં ચોરી કરવા માટે મોકલવામાં આવે છેેે. જ્યાં સૌથી વધુ ભીડ હોય ત્યાં મહિલાઓ અને બાળકો ખરીદી કરવાના બહાને ઘુસી જાય છે. અને તકનો લાભ લઈને ચોરીની ઘટનાને અંજામ આપે છે. દિવાળી પહેલાં પોલી પણ મોકડ્રીલ રાખે છે અને ચોરનો સ્વાંગ રચીને ભીડમાં જતી રહે છે. જ્યાં લોકોનેે સમજાવવા માટેે ચોરી પણ કરે છે.
લોકો દિવાળી પહેલાં લાલ દરવાજા ખાતે ખરીદી કરવા માટે જાય છે. પરંતુ કેટલાંક લોકોના નસીબ એટલા ખરાબ હોય છે કે તે ખરીદી કર્યા વગર જ ઘરે આવી જાય છે. લોકોના નસીબ એટલા માટે ખરાબ હોય છે કે તેઓ સતર્ક હોતા નથી. ઘરેથી હજારો રૂપિયા લઈને ખરીદી કરવા માટે બજારમાં આવે છે.
ખરીદી કરવામાં એટલી હદે મશગુલ થઈ જાય છે કે તેમને ખબર પણ રહેતી નથી કે મહિલા કે બાળક આવીને તેમનંુ પર્સ ચોરી ગયુ. જ્યારે દુકાનદારને રૂપિયા આપવા માટે પર્સ કાઢે છે ત્યારે ખબર પડે છે કે પર્સની ચોરી થઈ ગઈ છે.