Western Times News

Gujarati News

પાલનપુરમાં 123 BSF બટાલિયન બાઈક રેલીનો સત્કાર સમારોહ યોજાયો

પૂર્વ મંત્રી હરિભાઈ ચૌધરીએ બાઈક રેલીને પ્રસ્થાન કરાવ્યું

પાલનપુર, ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત દેશમાં રાષ્ટ્રીય એકતા અંગે જાગૃતતા વધે એ હેતુસર બીએસએફ દ્વારા તા.ર ઓકટોબરથી પંજાબના અટીરાથી નેશનલ ઈન્ટિગ્રેશન મોટરસાઈકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

જે જલંધર, ઓબહર, બિકાનેર, જયપુર, જાેધપુર, ઉદયપુર, પિંડવાડા, માઉન્ટ આબુ, ગાંધીનગર થઈ તા.૧૧ ઓકટોબરના રોજ ર૧૬૮ કિ.મી.ની યાત્રા કરી રાષ્ટ્રીય એકતાના પ્રતીક સમા સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે પહોંચી હતી. ૧ર૩ બીએસએફ બટાલિયનની મોટરસાયકલ રેલી પાલનપુર ખાતે આવી પહોંચતા

પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને સારસ્વત ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ઉપાસના વિદ્યાલય, પાલનપુર ખાતે બીએસએફ જવાનોનો સત્કાર સમારંભ યોજાયો હતો. આ રેલીમાં ૩૪ જાંબાઝ જવાનો અને ૧પ સીમા ભવાની મહિલા બાઈકર્સ ભાગ લઈ રહ્યા હતા.

આ પ્રસંગે બી.એસ.એફ. કમાન્ડર અજિતકુમારે બાઈક રેલીમાં ભાગ લઈ રહેલા તમામ જવાનોને યાત્રાની શુભેચ્છા પાઠવી બી.એસ.એફ.ની સ્થાપના, બી.એસ.એફ.ના સીમાચિહ્યનરૂપ સાહસો અને કામગીરીની આછેરી ઝલક આપી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતુ કે બીએસએફની જાંબાઝ ટીમના પ્રદર્શનને નિહાળી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ તેના સાહસ અને કરતબને નિહાળી ખુશી વ્યકત કરી હતી. બી.એસ.એફ.ની જાંબાઝ ટીમના નામે લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં ૧ર રેકોર્ડ નોંધાયેલા છે.

પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીએ બાઈક સવાર બી.એસ.એફ.ના જવાનોનું બનાસની પુણ્યભૂમિ પર સ્વાગત છે એમ જણાવી જવાનોના સ્વાગતનો શુભ અવસર પ્રાપ્ત થવા બદલ ધન્યતા અનુભવી બી.એસ.એફ. અને ભારતીય સેનાના લીધે દેશવાસીઓ નિશ્ચિત અને સુરક્ષિત છે એમ જણાવી જવાનોની બહાદુરી અને દેશદાઝને સલામી આપી બાઈક રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું.

આ પ્રસંગે ૧ર૭ બી.એસ.એફ. બટાલિયન કમાન્ડર દયાલસિંહ ડી.વાય.એસ.પી જીજ્ઞેશકુમાર ગામીત, મુનિશ્રી વિજયસુરીશ્રી મહારાજ, શાળાના ટ્રસ્ટી યોગીનભાઈ બ્રહ્મભટ્ટ સતીષભાઈ સહિત શાળા પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.