Western Times News

Gujarati News

આણંદ જિલ્લા કલેકટરનો પદભાર સંભાળતાં ડી. એસ. ગઢવી

(પ્રતિનિધિ) આણંદ, સુરત જિલ્લા વિકાસ અધિકારી તરીકે કાર્યરત ૨૦૧૫ ના પ્રોબેશનરી આઈ.એ.એસ. શ્રી ડી. એસ. ગઢવીની આણંદ જિલ્લા કલેકટર તરીકે બદલી થતાં તેમણે આજે જિલ્લા કલેકટર તરીકેનો પદભાર સંભાળ્યો હતો. મૂળ મહેસાણાના વતની શ્રી ડી. એસ. ગઢવીએ ઈલેકટ્રોનિકસ વિષય સાથે બી.ઈ. નો અભ્યાસ પૂર્ણ કરી ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષા પાસ કરીને સરકારી સેવામાં જાેડાયા હતા.

સરકારી સેવામાં જાેડાયા બાદ તેમણે ડેપ્યુટી કલેકટર તરીકે ધોળકા અને પાલનપુરમાં તથા અંબાજી માતા દેવસ્થાનના વહીવટદાર તરીકે, નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે તેમજ આઈ.એ.એસ. માં નોમીનેશન થયા બાદ જિલ્લા વિકાસ અધિકારી તરીકે ડાંગ-આહવા, ખેડા અને સુરત ખાતે તેમજ ડેપ્યુટી કમિશનર ગ્રામ વિકાસ વિભાગમાં નોંધપાત્ર કામગીરી કરી છે.

સાયન્સ અને ટેકનોલોજી સાથે વધુ લગાવ ધરાવતાં કલેકટર શ્રી દિલીપભાઈ ગઢવીએ આણંદ જિલ્લા કલેકટરનો પદભાર સંભાળ્યા બાદ એક મુલાકાતમાં આણંદ જિલ્લો વિકાસ ક્ષેત્રે ખૂબ ઝડપભેર આગળ વધી રહયો છે, તેમ જણાવી આ જિલ્લામાં સાયન્સ અને ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ સાથે નવી રોજગારીનું સર્જન થાય

અને તેના માધ્યમથી જિલ્લાના લોકોનો આર્થિક વિકાસ થાય એટલું જ નહી પરંતુ તેમની જીવનશૈલી વધુ સરળ બને તે માટેના કાર્યોને પ્રાધાન્ય આપવાની નેમ વ્યક્ત કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.