વડોદરામાં ખાનગી બસ અને ટ્રક અથડાયા: 6નાં મોત
આ બસ રાજસ્થાન ભીલવાડથી બોમ્બે જતી હતી તે દરમિયાન વહેલી સવારે ઘંઉ ભરેલા ટ્રેલરને ઓવરટેક કરવામાં આ ગોઝારો અકસ્માત થયો છે
વડોદરા, શહેરના કપૂરાઇ ચોકડી પાસે ખાનગી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો છે. જેમાં ડ્રાઇવર સહિત છ લાકોના મોત નીપજ્યા છે. જ્યારે ૧૫ મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. તમામ ઇજાગ્રસ્તોને એસ.એસ.જી હોસ્પિટલ સારવાર માટે લઇ જવામાં આવ્યા છે.
આ બસ રાજસ્થાન ભીલવાડથી બોમ્બે જતી હતી તે દરમિયાન વહેલી સવારે ઘંઉ ભરેલા ટ્રેલરને ઓવરટેક કરવામાં આ ગોઝારો અકસ્માત થયો છે. નોંધનીય છે કે, આ અકસ્માત બાદ ડ્રાઇવર ટ્રેલર લઇને સ્થળ પરથી ફરાર થઇ ગયો છે. ખાનગી બસે વહેલી સવારે ઓવરટેક કરવાની લ્હાયમાં ઘંઉ ભરેલા ટ્રેલરે ધડાકાભેર અથાડી હતી. જેના કારણે આ ગોઝારો અકસ્માત સર્જાયો છે.
જાેકે, કપૂરાઇ ચોકડી પાસેના હાઇવે પર રફ ડ્રાઇવિંગ કરતા બસ ચાલકો અંગે વારંવાર ફરિયાદ કરતા પણ આ અંગે કોઇ એક્શન લેવામાં આવતી નથી. આ ગમખ્વાર અકસ્માત બાદ ખાનગી બસમાંથી મુસાફરોને બહાર કાઢવા માટે બસના પતરા કાપવા પડ્યા હતા. જેના પરથી ખ્યાલ આવે કે બસ ઘણી જ સ્પીડમાં હશે અને ટ્રક સાથે ધડાકાભેર અથડાઇ હશે. જેના કારણે બસનો કુચડો થઇ ગયો છે.
આ અકસ્માત વહેલી સવારે થયો છે. ઓવરટેક કરવાની લ્હાયમાં ફરી મુસાફરોને જીવ ખોવવાનો વારો આવ્યો છે. ડ્રાઇવરની એક ભૂલના કારણે ડ્રાઇવર સહિત છ લોકોનાં મોત નીપજ્યા છે. જ્યારે ૧૫ લોકો પણ જીવન મરણ વચ્ચે ઝોલાં ખાઇ રહ્યા છે.
રવિવારની રાત્રે ૧૦ વાગ્યાની આસપાસ ભાવનગર-અમદાવાદ શોર્ટ રૂટ અધેલાઇ પાસે પણ અકસ્માત સર્જાયો હતો. જેમા ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બાળક સહિત ૫ છલોકોનાં કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતા. ઘટનાને પગલે ટ્રાફિકજામ સર્જાયો હતો. ભાવનગર-અમદાવાદ શોર્ટ રૂટ પર ગમખ્વાર અકસ્માત સર્જાતા રકત રંજીત બન્યો છે. અકસ્માતમાં મૃત્યુ પામનાર પરિવાર અમદાવાદના વિરાટનગરનો છે.SS1MS