પુત્રે માતા અને પિતાને મારમારી ઘરમાં કરી તોડફોડ
અમદાવાદ, અમદાવાદઃ શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતા એક પિતાએ પુત્ર સામે જ ફરિયાદ નોંધાવી છે. આરોપી પુત્રએ પિતા પાસે દારૂ પીવા પૈસા માંગ્યા હતા. જે પૈસા પિતાએ ન આપતા પુત્ર આવેશમાં આવી ગયો હતો.
બાદમાં તેણે પિતાને મારમારી ધમકીઓ આપી અને બાદમાં ઘરમાં તોડફોડ કરી હતી. બાદમાં આરોપીએ માતાને જ આંતરડા બહાર કાઢી નાખવાની ધમકી આપતા મજબૂર પિતાએ પુત્ર સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
શાહીબાગની એક સોસાયટીમાં રહેતા ૭૮ વર્ષીય વૃદ્ધ પત્ની અને પુત્ર સાથે રહે છે. તેમનો પુત્ર દારૂ પીવાની ટેવ ધરાવે છે. ગઈકાલે તેઓ ઘરે હતા ત્યારે પુત્રએ તેમની પાસે આવી દારૂ પીવા પૈસા માંગ્યા હતા. પિતા તેમના પુત્રને દારૂ પીવા દેવા ન માંગતા હોવાથી પૈસા આપવાની મનાઈ કરી હતી. જેથી પુત્ર આવેશમાં આવી ગયો હતો. બાદમાં આરોપી પુત્રએ ઘરમાં તોડફોડ શરૂ કરી હતી.
વૃદ્ધ પિતાને પણ આરોપીએ માર માર્યો હતો. બાદમાં તિજાેરીનો કાચ તોડી આરોપીએ ભગવાનનું મંદિર તોડી નાખ્યું અને કબાટને પણ નુકશાન કર્યું હતું. આરોપીએ પિતા સાથે આ વર્તન કર્યા બાદ માતા સાથે પણ બબાલ કરી આંતરડા કાઢી નાંખવાની ધમકી આપી હતી.
આરોપીએ ઘરમાં તોડફોડ કરવાની સાથે વૃદ્ધ માતા પિતાને ધમકીઓ આપી આજે બાદમાં ઘરને સળગાવી દેવાની ધમકી આપી હતી. પુત્રના આ વર્તનથી માતા પિતા ગભરાઈ ગયા હતા. બાદમાં પોલીસને જાણ કરતા શાહીબાગ પોલીસે ઘટના સ્થળે પહોંચી વૃદ્ધ માતા પિતાની ફરિયાદ સાંભળી હતી.
જે અંગે હવે પોલીસે પિતાની તેમના જ પુત્ર સામે ફરિયાદ નોંધી કાયદાનો પાઠ ભણાવવા તજવીજ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, આસપાસના લોકો પણ આ ઘટના જાેઈ ભયમાં મુકાઈ જતા પોલીસે નજરે જાેનાર તમામ લોકોના નિવેદન નોંધવાની પણ તજવીજ હાથ ધરી છે.SS1MS