નડિયાદની લીટલ કિંગડમ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા પ્રદર્શન યોજાયું
(પ્રતિનિધિ)નડીયાદ, નડીયાદ માં આવેલ લીટલ કિંગડમ સ્કૂલમા દિવાળીના પર્વ નિમિતે શાળાના ધોરણ ૧ થી ૧૨ (અંગ્રેજી/ગુજરાતી માધ્યમ )ના વિદ્યાર્થીઓ દ્વારા સરસ મજાના દિવાળીના આર્ટિકલ જેવા કે ડેકોરેટીવ દીવા , ડેકોરેટીવ વોલ હેન્ગીંગ , શુભ-લાભ , તોરણ , શો-પીસ તેમજ લાઈટીંગ વાળા લેમ્પ બનાવવામાં આવ્યા હતા જેમાં શાળા પરિવાર દ્વારા Exhibition શાળાના કેમ્પસમાં આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રદર્શનનું ઉદ્ધાટન પારૂલબેન બચાણી (ખેડા જિલ્લા કલેક્ટરના ધર્મપત્ની) દ્વારા દીપ પ્રગટ્યા સાથે શરૂઆત કરવામાં આવી. જેમાં પારૂલબેન બચાની દ્વારા Exhibition માંથી ડેકોરેટીવ દીવા અને દીવા સ્ટેન્ડ ખરીદી ને બાળકોને પ્રોત્સાહન કરિયા હતા.
તેમજ વેચાણના ફંડ માં વિદ્યાર્થીઓ માટે ડોનેસન આપ્યું હતું મહત્વ ની વાત એ છે કે વિદ્યાર્થી દ્વારા દિવાળી પર્વમાં બનાવેલી વસ્તુઓનું વેચાણનું ફંડ ભેગું થશે તે ગરીબ વિદ્યાર્થીઓના અભ્યાસ માટે શાળા પરિવાર દ્વારા ડોનેસન કરવાનો મુખ્ય હેતુ છે .
આવા માનવતાની મહેક જેવા કાર્યને શાળા પોતાના વિદ્યાર્થીઓમાં સર્વાંગી વિકાસ સાથે આવનારી પેઢીના બાળકોને ખુબ સારા સંસ્કાર દ્વારા બીજાને મદદરૂપ પોતાનું જીવન બને તેવા ઉદેશ્ય સાથે વિદ્યાર્થીઓને શાળામાં તમામ પ્રવૃત્તિઓ અવારનવાર કરાવવામાં આવે છે.