જે દેશ કબૂતર છોડતું હતું તે આજે ચિત્તા છોડી રહીયું છેઃ વડાપ્રધાનનો ડિફેન્સ એક્સપોમાં હુંકાર
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/10/PM_expo1-1024x581.jpg)
Defexpo2022
પહેલીવાર ગુજરાતમાં યોજાઈ રહેલા ડિફેન્સ એક્સપોમાં માત્ર મેડ ઈન ઈન્ડિયાની કંપનીઓ જ ભાગ લઈ રહી છે. 1300થી વધુ એકઝીબિટરો છે. 100 થી વધુ સ્ટાર્ટ અપ છે.
450 થી વધુ MoU અને એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર થઈ રહ્યા છે.
કલાશ્નિકોવ AK 203 રાઇફલ્સ અમેઠીમાં કોરવા ઓર્ડનન્સ ફેક્ટરીમાં 2022 વર્ષના અંત સુધીમાં ભારતમાં બનાવવામાં આવશે.
(જનક પટેલ દ્વારા) ગાંધીનગર, ડિફેન્સ એક્સ્પોમાં વડાપ્રધાન મોદીએ હુંકાર કરતા જણાવ્યું હતું કે જે દેશ કબૂતર છોડતું હતું તે આજે ચિત્તા છોડી રહીયું છે.. તેમને વધુમાં જણાવ્યુ હતું કે રાષ્ટ્રનો વિકાસ અને રાજ્યનો સહભાગ છે. યુવાનોની શક્તિ, સપના, સાહસ, સંકલ્પ અને સામર્થ્ય પણ છે.
ઈન્ડિયા પેવેલિયન ખાતે, વડાપ્રધાને HTT-40નું અનાવરણ કર્યું – હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) દ્વારા ડિઝાઇન કરાયેલ સ્વદેશી ટ્રેનર એરક્રાફ્ટ લોન્ચિંગ સમયે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું હતું કે ડિફ-એક્સપોનું આયોજન રાષ્ટ્રની સુરક્ષા માટે મજબૂત સંકલ્પને દર્શાવે છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આ દેશ આગામી 25 વર્ષમાં વિશ્વ માટે સંરક્ષણ ઉત્પાદન હબ બનવાનું પ્રતિબિંબિત કરે છે.
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/10/PM-Jet.jpg)
“અમૃતકાલ’ની શરૂઆતમાં આ ડેફ-એક્સપોનું આયોજન, રાષ્ટ્રની સુરક્ષા અને આગામી 25 વર્ષમાં વિશ્વ માટે સંરક્ષણ ઉત્પાદન હબ બનવાના અમારા મજબૂત સંકલ્પને પ્રતિબિંબિત કરે છે,” તેમ જણાવ્યું હતું.
આમાં વિશ્વ માટે એક આશા છે. મિત્ર દેશો માટે એક સહયોગના અનેક અવસર પણ છે. આપણા દેશમાં ડિફેન્સ એક્સપો પહેલા પણ થતા પણ આ વખતેનો એક્સપો અભૂતપૂર્વ છે. Prime Minister Narendra Modi Addressing Defence Expo 2022 being held in Gandhinagar Gujarat.
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/10/PM-Mahatma.jpg)
એક નવી શરૂઆતનું પ્રતીક છે. આ દેશનું પહેલું એવું એક્સપો છે. જેમાં માત્ર ભારતીય કંપનીઓ જ ભાગ લઈ રહ્યા છે. તમામ ઉપકરણ મેઈડ ઈન ઈન્ડિયા છે. પહેલી વખત ભારતની માટી અને લોકોના પરસેવાથી તૈયાર થયેલા ઉપકરણ છે.
આપણા વિજ્ઞાનીઓ અને યુવાનોની સમજ આજે આપણે લોખંડી પુરૂષ પટેલની ધરતી પરથી પરીચય આપી રહ્યા છે. 1300થી વધારે એક્ઝિબિટર્સ છે. જેમાં ભારતીય ઉદ્યોગો અને એની સાથે જોડાયેલા વેન્ચર, MSME અને સ્ટાર્ટ અપ છે.
Live: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્ હસ્તે ડિફેન્સ એક્સ્પો ૨૦૨૨ નું ઉદ્ઘાટન. સ્થળ: ગાંધીનગર #DefenceExpo2022 https://t.co/dnGIoCm6av
— Bhupendra Patel (@Bhupendrapbjp) October 19, 2022
મતા અને સંભાવના બન્નેની ઝલક એક સાથે ગાંધીનગરમાં જોવા મળી છે. જેને સાકાર કરવા માટે પહેલી વખત 450 થી વધારે Mou સાઈન થઈ રહ્યા છે. છેલ્લા ઘણા સમય પહેલા આ આયોજન કરવા માંગતા હતા. પણ કેટલીક સ્થિતિને કારણે સમય બદલાવો પડ્યો. જેના કારણે મોડું થયું છે. એક નવા ભવિષ્યની શરૂઆત થઈ છે.
આનાથી કેટલાક દેશને અસુવિધા થઈ છે. પણ મોટી સંખ્યામાં જુદા જુદા દેશ સકારાત્મક વિચાર સાથે અમારી સાથે આવ્યા છે. મને ખુશી છે કે, ભારત જ્યારે ભવિષ્યના અવસરને આકાર આપી રહ્યા છે. ત્યારે 53 આફ્રિકાના મિત્ર દેશ ભારતની સાથે ઊભા છે. ખભેથી ખભા મિલાવી રહ્યા છે. આ અવસર પર ભારત આફ્રિકા ડિફેન્સ ડાયલોગ શરૂ થવા જઈ રહ્યું છે. ભારત અને ફ્રિકા વચ્ચે સંબંધ જૂના વિશ્વાસ પર ટકેલા છે. જે સમય સાથે મજબુત બની રહ્યા છે. નવા આયામોને સ્પર્શી રહ્યું છે.
આફ્રિકાથી આવેલા લોકોને કહેવા માંગીશ કે, આજે ગુજરાતની જે ધરતી પર આવેલા છો એનો આફ્રિકા સાથે જૂનો સંબંધ છે. જે ખૂજ આત્મિય છે. આફ્રિકામાં જે પહેલી ટ્રેન ચાલું થઈ હતી. એના નિર્માણમાં આ ગુજરાત કચ્છના લોકો આફ્રિકા ગયા હતા. કચ્છના કામદારોએ જીવ રેડીને આફ્રિકામાં આધુનિક રેલવે ચાલું કરવામાં મોટી ભૂમિકા ભજવી હતી.
દુકાન શબ્દ આફ્રિકામાં કોમન છે. રોટી, ભાજી, આ બધા ગુજરાતી શબ્દો છે. ગાંધી માટે ગુજરાત જન્મભૂમિ હતી તો આફ્રિકા કર્મભૂમિ હતી. આફ્રિકાના સંબંધો વિદેશનીતિના કેન્દ્રમાં છે. ભારતે આફ્રિન મિત્ર દેશને વેક્સીન આપી છે. આફ્રિકા સાથે ખભેથી ખભા મિલાવીને ચાલવાનો પ્રયાસ કર્યો છે.
હવે રક્ષા ક્ષેત્રમાં આફ્રિકા સાથેના સંબંધોને નવી ઊંચાઈ આપી રહ્યો છે. 46 મિત્ર દેશ ડિફેન્સ કોન્ક્વેમાં ભાગ લઈ રહ્યો છે. મેરિટાઈમ સિક્યુરિટી એક ગ્લોબલ પ્રાથમિકતા છે. 2015માં મોરેશિયસમાં સિક્યુરિટી એન્ડ ગ્રોથ એટલે કે સાગરનું વિઝન મૂક્યું હતું. સિંગાપોરમાં ઈન્ડો પેસિફિક રીજનમાં આફ્રિકાથી અમેરિકા સુધી ભારતનું એક પ્રદાન રહ્યું છે.
વૈશ્વિક સ્તર પર મર્ચન્ટ નેવીનો વિસ્તાર થયો છે. દુનિયાની ભારત પાસેથી અપેક્ષા વધી છે. જેને પૂરી કરવા ભારત સતત પ્રયાસ કરશે. ગુજરાતને આ એક્સપોથી નવી ઊંચાઈ મળી છે. આવનારા સમયમાં ગુજરાત ડિફેન્સ ક્ષેત્રે પણ એક મોટું કેન્દ્ર બની રહેશે.
વાયુ સેના ડીસામાં હશે તો પશ્ચિમમાં રહેલા દેશને જવાબ જડબાતોડ આપી શકીશુ. 2002માં જ આ જમીન સૈન્યને આપી દેવામાં આવી હતી. મુખ્યપ્રધાન હતો ત્યારે આ જમીન માટે મહેનત કરતો. આટલી મોટી જમીન આપી પણ 14 વર્ષ સુધી કંઈ થયું નહીં.
સરકાર આવ્યા બાદ ડીસામાં ઑપરેશન બેઝ બનાવવાનો નિર્ણય કર્યો. સૈન્યની અપેક્ષા પૂરી થઈ રહી છે.ભારતીય સુરક્ષા કંપનીઓ ગ્લોબલ સપ્લાય ચેઈનનો મહત્ત્વનો ભાગ બની રહી છે. ઘણા ઉપકરણોની સપ્લાય કરી રહ્યા છે. ઘણા દેશ ભારતના તેજસ જેવા આધુનિક ફાયટર જેટમાં રસ લઈ રહ્યા છે. ઈઝરાયલ જેવા દેશમાં સુરક્ષા સામગ્રી પહોંચી છે.
ભારતમાં બનેલી બ્રહ્મોસ્ત્ર મિસાઈલ સૌથી ઘાતક અને શક્તિશાળી મનાય છે. ઘણા દેશને આ મિસાઈલ ગમે છે. ભારતની ટેકનોલોજી પર દુનિયા ભરોસો કરી રહ્યા છે. ભારતીય નૌસેનાએ આઈએનએસ વિક્રાંત જેવું શિપ સર્વિસમાં એડ કર્યું છે. જે કોચિનમાં તૈયાર થયું છે.
ભારતીય વાયુસેનાએ મેઈક ઈન ઈન્ડિયા અંતર્ગત કોમ્બેટ હેલિકોપ્ટર તૈયાર કર્યું છે. ગુજરાતના હજીરામાં બની રહેલી મોડર્ન આર્ટીલરી દુનિયાને મદદ કરી રહી
હજીરામાં બની રહેલી મોડર્ન આર્ટીલરી દુનિયાને મદદ કરી રહી છે. 411 એવા ઉપકરણ હશે જે મેઈક ઈન ઈન્ડિયા અંતર્ગત ખરીદાશે. રીસર્ચ અને ઈનોવેશનને મોટી શક્તિ આપશે. ડિફેન્સ સેક્ટરને અલગ ઊંચાઈ આપશે. જેનો ફાયદો દેશની આવનારી પઢીને થશે.એક વાત સમજવી પડશે.
જે કોમનટેટર્સ હોય છે એ પણ આવી વસ્તુમાં ફસાય જાય છે. ડિફેન્સ ઉપકરણ બનાવવામાં કેટલીક કંપનીઓની મોનોપોલી હતી. ભારતે આ મોનોપોલી તોડી નાંખી છે. ભારતની આ સમજ દુનિયાનું ભલું કરશે અને નવા અવસર પેદા કરશે.
આવનારા દિવસોમાં દેશનું સુરક્ષા ક્ષેત્ર મજબુત થશે પણ આ સાથે યુવાનો ડિફેન્સ વઘુ સરળતાથી નજીકથી સમજશે. આજના ડિફેન્સ એક્સપોમાં જે પ્રદર્શન થઈ રહ્યું છે. એમાં હું ગ્લોબલ સામગ્રીને જોઈ રહ્યું છે. ભારત ડિફેન્સ સેક્ટરને અવકાશ અને અનંત અવસરના રૂપે જુએ છે. યુપી અને તમિલનાડુંમાં ડિફેન્સ કોરિડોર બની રહ્યું છે.
મોટી કંપનીઓ ભારતમાં રોકાણ હેતું આવે છે. જેના કારણે લઘુ ઉદ્યોગને મોટી તાકાત મળે છે. જેના કારણે નાના ઉદ્યોગને પણ મોટી રકમ મળી રહેશે. નવા રોજગારો ઊભા થશે. ગુજરાત ડિફેન્સ એક્સપોમાં આવેલી કંપનીને અપીલ કરું છું કે, આ મોકો ચૂકતા નહીં. દુનિયાને બેસ્ટ આપવાનું સપનું સેવો. હું યુવાનોને વિશ્વાસ આપું છું કે, હું તમારી સાથે છું. ઉજ્જવળ ભાવિ માટે હું મારી આજ હોમવા તૈયાર છું. દેશ ઝડપથી બદલાઈ રહ્યો છે.