પાયલટે પત્નીને કહ્યું મારી દીકરીનું ધ્યાન રાખજે
મુંબઈ, ઉત્તરાખંડમાં ક્રેશ થયેલા હેલિકોપ્ટરના પાયલટ અનિલ સિંહે એક દિવસ પહેલા તેની પત્ની સાથે વાત કરી ત્યારે તેના છેલ્લા શબ્દો હતા, ‘મારી દીકરીનું ધ્યાન રાખજે.’ઉત્તરાખંડના કેદારનાથના ગરુડચટ્ટીમાં મંગળવારે એક ખાનગી કંપનીનું હેલિકોપ્ટર ક્રેશ થતા છ તીર્થયાત્રીઓ સહિત સાત લોકોના મોત થયા હતા.
અનિલ સિંહ (૫૭) મુંબઈના અંધેરી ઉપનગરમાં એક પોશ રેસિડેન્શિયલ સોસાયટીમાં રહેતા હતા. તેમના પરિવારમાં પત્ની શિરીન આનંદિતા અને પુત્રી ફિરોઝા સિંહ છે. આનંદિતાએ કહ્યું કે તે તેની પુત્રી સાથે તેના પતિના અંતિમ સંસ્કાર માટે નવી દિલ્હી જશે.
વ્યવસાયે ફિલ્મ લેખિકા આનંદિતાએ કહ્યું કે, “છેલ્લી વખત તેનો ફોન ગઈકાલે (સોમવારે) આવ્યો હતો. મારી દીકરી સ્વસ્થ નથી. તેણે મને તેનું ધ્યાન રાખવા કહ્યું હતું. મૂળ પૂર્વ દિલ્હીના શાહદરા વિસ્તારના રહેવાસી સિંહ છેલ્લા ૧૫ વર્ષથી મુંબઈમાં રહેતા હતા.
આ પહેલા ઉત્તરાખંડ પોલીસના એક અધિકારીએ પુષ્ટિ કરી હતી કે અકસ્માતમાં માર્યા ગયેલા પાયલટ સિંહ મુંબઈના હતા. જાે કે, આનંદિતાએ કહ્યું કે તેણીને “કોઈની સામે કોઈ ફરિયાદ નથી કારણ કે આખરે અકસ્માત એ અકસ્માત છે”.
જાેકે, પહાડી રાજ્ય હંમેશા પ્રતિકૂળ હવામાનનો સામનો કરે છે, એમ તેમણે ઉમેર્યું હતું. વાસ્તવમાં, ખરાબ હવામાન હોવા છતાં, ઘણી ખાનગી કંપનીઓના હેલિકોપ્ટર ઉડાન ભરી રહ્યા છે, જે ક્યારેક અકસ્માતનું કારણ બને છે.
સપ્ટેમ્બર મહિનામાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને તે પછી પણ મુસાફરોની સુરક્ષાને લઈને આ કંપનીઓની બેદરકારી પર સવાલો ઉભા થયા હતા. તપાસ પણ કરવામાં આવી હતી અને ડીજીસીએએ હેલી કંપનીઓને આવી બેદરકારી ન કરવા સૂચના આપી હતી.
આમ છતાં હેલી કંપનીઓની મનમાની ચાલુ રહી અને આજે આ અકસ્માત થયો. તમને જણાવી દઈએ કે ૨૦૧૩ થી અત્યાર સુધી કુલ ૬ હેલિકોપ્ટર ક્રેશ થયા છે જેમાં ૨૯ લોકોએ જીવ ગુમાવ્યા છે. મોટાભાગના હેલી ક્રેશ થવાનું મુખ્ય કારણ ખરાબ હવામાન રહ્યું છે.
તમને જણાવી દઈએ કે ૨૧ જૂન ૨૦૧૩ના રોજ એક ખાનગી કંપનીનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. ૨૫ જૂન ૨૦૧૩ના રોજ સેનાનું એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું જેમાં ૨૦ જવાનોએ જીવ ગુમાવ્યો હતો. હેલી ૨૪ જુલાઈ ૨૦૧૩ના રોજ કેદારનાથમાં ક્રેશ થઈ હતી. ૩ એપ્રિલ ૨૦૧૮ના રોજ આર્મીનું હેલિકોપ્ટર પણ દુર્ઘટનાનો શિકાર બન્યું હતું. આ ઉપરાંત, ૩૧ મે, ૨૦૨૨ ના રોજ, તે જ વર્ષે કેદારનાથમાં હેલી ક્રેશ લેન્ડિંગ થયું હતું.SS1MS