તૈમૂર-જેહ વચ્ચે ઉંમરનો ચાર વર્ષનો તફાવત હોવા છતાં બંને ઝઘડી પડે છે: સૈફ
મુંબઈ, સૈફ અલી ખાન અને કરીના કપૂર બોલિવુડના મોસ્ટ પોપ્યુલર કપલમાંથી એક છે. જાે કે, તેમના કરતાં વધારે લાઈમલાઈટ તેમના બંને દીકરા- તૈમૂર અને જેહને મળે છે. ફોટોગ્રાફર્સ તેમની ઝલક કેમેરામાં કેદ કરવા માટે કપલની બિલ્ડિંગ બહાર ઉભા રહે છે.
સોશિયલ મીડિયા પર તેમના ઢગલો ફેન પેજ પણ છે. આ અંગે હાલમાં વાતચીત કરતાં જણાવ્યું હતું કે, ‘મીડિયા અટેન્શન એક ભાગ છે. મને તો અમુક વખતે આ વાત ફની લાગે છે. આ બધું સોશિયલ મીડિયાના કારણે છે, લોકો ક્યૂટ બાળકોની તસવીરો જાેવા માગે છે અને ખરેખર તેનો કોઈ અર્થ હોતો નથી. કરીના અને હું આ ફીલ્ડમાં કામ માટે છીએ. મીડિયા અટેન્શન એક પ્રકારની બોલગેમ છે.
તૈમૂર જેટલો મીડિયામાં છવાયેલો રહે છે, એટલું અટેન્શન આજ સુધી કોઈ પણ સ્ટારકિડને મળ્યું નથી. આ વિશે તું શું અનુભવે છે અને તેને સામાન્ય જીવન આપવા માટે શું કરીશ? તેમ પૂછતાં એક્ટરે કહ્યું હતું કે, ‘અમારું સામાન્ય જીવન છે. અમે ઈચ્છીએ ત્યાં જઈએ છીએ.
ફોટોગ્રાફર્સ બાંદ્રામાં હોય છે. જાે તમે તેને ટાળવા માગતા હોત તો તમારે માત્ર બ્રિજ ઓળંગવાનો છે અને તમે એમના ધ્યાનમાં નહીં આવો. પરંતુ હું ઈચ્છું છું કે, સ્કૂલમાં સ્ટારકિડ્સને આટલું મહત્વ ન આપવામાં આવે. તેઓ માત્ર બાળકો છે.
હું ઈચ્છું છું કે, તેઓ અન્ય બાળકો સાથે ભળે. નાના દીકરા જેહ સાથેના બોન્ડિંગ વિશે વાત કરતાં સૈફ અલી ખાને તેને ‘માનો લાડલો’ ગણાવ્યો હતો. તેણે ઉમેર્યું હતું કે ‘તે તેની મમ્મી સાથે વધારે ક્લોઝ બોન્ડ ધરાવે છે. તે મીઠડો છે.
નાનકડા બાળકને આખા ઘરમાં ફરતું જાેવું તે આનંદ આપે છે. તે હવે બોલતા શીખી ગયો છે, તેને મારી સાઈડ કેવી રીતે કરવો તે હું જાણું છું. પરંતુ કરીના અને જેહના બોન્ડિંગને જાેવાની મજા આવે છે. તૈમૂર અને જેહના બોન્ડિંગ પર એક્ટરે કહ્યું હતું કે ‘જેહના જન્મ બાદ તૈમૂર ઝડપથી મોટો થઈ ગયો.
હવે તે નાનો નથી. તે જેહને મારવા દે છે. તે જેહનું ધ્યાન રાખે છે. તેમની વચ્ચે આમ તો ચાર વર્ષનું અંતર છે પરંતુ ઝઘડે ત્યારે અલગ પાડવાની જરૂર પડે છે. બંને વચ્ચે ઝઘડો ન થાય તે માટે કરીના જેહને વધારે સમય આપે છે અને હું ટિમને’. વર્ક ફ્રંટની વાત કરીએ તો, સૈફ અલી ખાન હાલમાં જ હૃતિક રોશન સાથે ફિલ્મ ‘વિક્રમ વેધા’માં જાેવા મળ્યો હતો. હવે તેની ફિલ્મ ‘આદીપુરુષ’ રિલીઝ થવાની રાહ જાેવાઈ રહી છે.SS1MS