Western Times News

Gujarati News

ઓમિક્રોનના નવા વેરિઅંટ બીએફ.૭નો સૌથી પહેલો કેસ અમદાવાદમાં નોંધાતા ખળભળાટ

અમદાવાદ, દેશનો સૌ પ્રથમ ઓમિક્રોન મ્હ્લ.૭નો કેસ અમદાવાદમાં નોંધાયો છે. જેને લઈને આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયુ છે. ડૉક્ટરોના જણાવ્યા પ્રમાણે ઓમિક્રોન વાઈરસનો આ નવો સ્ટ્રેન અત્યંત ચેપી છે. અમદાવાદમાં ડ્રાઈવઈન રોડ પાસે રહેતા ૬૦ વર્ષીય વૃદ્ધમાં આ વાઈરસ જાેવા મળ્યો હતો. આ દર્દીને દાખલ કરવાની જરૂર પડી નહોતી. દર્દીની કોઈ વિદેશની હિસ્ટ્રી પણ ન હતી.

સાવચેતીના ભાગરૂપે મ્યુનિ.એ દર્દીના પરિવાર અને સંપર્કમાં આવેલા ૧૦થી વધુ લોકોની લક્ષણો આધારિત તપાસ કરી હતી.
ગાંધીનગર સ્થિત ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટરમાં ૧૫ જુલાઈએ દર્દીના સેમ્પલ તપાસ માટે મોકલાયા હતા.

લેબોરેટરીમાં દર્દીના સેમ્પલનું જિનોમ સિક્વન્સિંગ કરાયુ હતુ. જિનોમ સિક્વન્સિંગમાં વાઈરસનો સ્ટ્રેન બી.એફ.૭ હોવા અંગે સોમવારે મ્યુનિ. જાણ કરવામાં આવી હતી. મ્યુનિસિપલ આરોગ્ય વિભાગની ટીમે દર્દીના પરિવાર અને તેમના સંપર્કમાં આવેલા લોકોની ચિહ્નો આધારિત તપાસ કરી હતી. જાે કે તે પૈકી કોઈમાં લક્ષણો જાેવા મળ્યા ન હતા.

વેરિયન્ટ ઓફ કન્સર્નના કેસ ચીન ઉપરાંત ચાર દેશોમાં જાેવા મળ્યા છે. જેમાં યુ.કે., જર્મની, ફ્રાન્સ, યુએસ અને હવે ભારતનો સમાવેશ થયો છે.

ઓમિક્રોનના નવા સબ વેરિઅન્ટ બીએફ-૭એ ચીનને લૉકડાઉન કરવાની ફરજ પાડી હતી. ડબ્લ્યુએચઓએ અત્યંત ચેપી બીએફ-૭ સબવેરિયન્ટ સામે ચેતવણી આપેલી છે. ગ્લોબલ ટાઈમ્સના અહેવાલ પ્રમાણે બીએફ-૭ એ ૪ ઓક્ટોબરના રોજ યંતાઈ અને શોગુઆન શહેરમાં મળી આવ્યો હતો.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.