નાનાપોંઢા રેન્જ RFO અભિજીતસિંહ રાઠોડે ગેરકાયદેસર ખેરના લાકડાની તસ્કરી ઝડપી
વલસાડ, વલસાડ જિલ્લાના નાનાપોંઢા ના રેન્જ આર એફ ઓ અભિજીતસિંહ રાઠોડ અને તેની ટીમ દ્વારા ગેરકાયદેસર ખેરના લાકડાની તસ્કરી કરતા લાકડાચોરને ઝડપી વનવિભાગની હાક અને ધાકને કાયમ રાખતા સરાહનીય કામગીરી કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વલસાડ દક્ષિણ વન વિભાગના ડી.એફ.ઓ શ્રી આર. એસ. પવારના માર્ગદર્શન હેઠળ નાનાપોંઢા રેન્જ આર.એફ. ઓ. અભિજીતસિંહ રાઠોડ તથા સ્ટાફ દ્વારા ગેરકાયદેસર લાકડાની તસ્કરી અટકાવવા બાબતે તા.૧૩/૧૦/૨૦૨૨ના રોજ પેટ્રોલિંગ સમયે બાતમીના આધારે વાહન ચેકીંગ કરતા જીરવલ રોડ પર શંકાસ્પદ ટાવેરા ગાડીને અટકાવવાનો પ્રયાસ
કરતા ચાલક ગાડી પૂરઝડપે હંકારતા ગાડીનો પીછો કરતા ચાલક ગાડી છોડી ભાગી ગયેલ જે ટાવેરા ગાડીની તપાસ કરતા તેમાંથી છોલેલા ખેરનો જથ્થો ૦.૩૭૬ ઘન મીટર જેની અંદાજિત કિંમત ૩૦૦૦૦ રૂપિયા તથા ટાવેરા ગાડી અંદાજિત કિંમત ૮૦૦૦૦ રૂપિયા એમ કુલ મળી ૧૧૦૦૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે.
બાબત એ છે છે કે અત્રે ઉલ્લેખનીય નાનાપોંઢા રેન્જ આર.એફ.ઓ. અભિજીતસિંહ રાઠોડ અને તેની ટીમ વનવિભાગના કાયદા કાનૂનને તોડનારને બક્ષતા જ નથી.અગાઉ પણ લાકડાચોરોની અનેક તરકીબોને સફળ થવા દીધી નથી તો વન્યજીવાની તસ્કરી કરનારને પણ ઝડપી રેકેટનો પર્દાફાશ કર્યો હતો.
હાલ પણ આ રેન્જમાં લાકડાચોરો નાનાપોંઢા રેન્જ આર.એફ.ઓ. અભિજીતસિંહ રાઠોડના નામ માત્રથી કંપારી અનુભવી રહ્યા છે ત્યારે તેમની યશકલગીમાં એક પછી એક નવા પીંછા ઉમેરાય રહ્યા છે તો આમ જનતા પણ તેમની કામગીરીને બિરદાવી રહ્યા છે.