દાહોદ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં રૂ. ૪૯ કરોડના વિવિધ કામોનો પ્રારંભ
(માહિતી) દાહોદ, વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાત સરકાર શિક્ષણ વિભાગના મહત્વના પ્રકલ્પ “મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ” નું વિધિવત શુભારંભ કરવામાં આવ્યો છે ત્યારે દાહોદ જિલ્લાની ૧૬૪૭ સરકારી પ્રાથમિક શાળાઓ પણ બાઈસેગના માધ્યમથી મોટા પ્રમાણમાં સ્થાનિક પદાધીકારીશ્રીઓ, એસ.એમ.સી.સભ્યશ્રીઓ, ગ્રામજનો, વિદ્યાર્થીઓ અને વાલીઓ જાેડાયા હતા અને તમામ શાળાઓમાં સ્થાનિક કક્ષાએથી પણ ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
“મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ” અંતર્ગત દાહોદ જીલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓ નવીન ઓરડા કુમાર-કન્યા ટોઇલેટ, વર્ગખંડોનું રીપેરીંગ કોમ્પુટર લેબ, એસ.ટી.ઇ.એમ લેબ તથા લેબોરેટરી વગેરેથી સજ્જ થવા જઈ રહી છે. જે અંતર્ગત વિવિધ પ્રકલ્પોનું ખાર્તમુહુર્ત સ્થાનિક પદાધીકારીશ્રીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યુ છે.
જિલ્લાની ૬૩ સરકારી પ્રાથમિક શાળાઓમાં અંદાજે ૩૫૨૧.૭૬ લાખના ખર્ચે ૨૬૪ નવીન વર્ગખંડો, ૨૮ શાળાઓમાં અંદાજે ૮૬૧ લાખના ખર્ચે ૨૮૭ વર્ગખંડોનું મરામતકામ, ૧૩૩ શાળાઓમાં અંદાજે ૨૮૦.૧૧ લાખના ખર્ચે નવીન કન્યાઓ માટે નવીન ટોઇલેટ, ૧૧૭ સરકારી પ્રાથમિક શાળાઓમાં અંદાજે ૨૦૫.૮૪ લાખના ખર્ચે ૧૧૭ કુમારો માટે નવીન ટોઇલેટની સુવિધા પૂરી પાડવા માટે અંદાજે કુલ ૪૮૬૮.૭૨ લાખના વિવિધ પ્રકલ્પોનું ખાર્તમુહુર્ત કરવામાં આવ્યું છે.
સંજેલી તાલુકાની સંજેલી કુમાર શાળામાં નવીન ૦૫ ઓરડાનું ખાર્તમુહુર્ત ૬૬.૭૦ લાખના ખર્ચે અને ૮ ઓરડા રીપેરીંગ માટે ૨૪ લાખના ખર્ચે સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોરના હસ્તે કરવામાં આવ્યું છે. સંજેલી તાલુકાની થાળા સંજેલી પ્રાથમિક શાળામાં ૫૩.૩૬ લાખના ખર્ચે ૦૪ નવીન વર્ગખંડોનું ખાર્તમુહુર્ત તાલુકા પંચાયત સંજેલીના પ્રમુખશ્રી ભુપેન્દ્રભાઈ કાળુભાઈ સંગાડાના હસ્તે કરવામાં આવ્યું.
રાજ્ય સરકારના પૂર્વ મંત્રીશ્રી અને ધારાસભ્યશ્રી દેવ.બારિયાના બચુભાઈ ખાબડના હસ્તે દેવ.બારિયા તાલુકાની તોયણી પ્રાથમિક શાળામાં અંદાજે ૧૨૧ લાખના ખર્ચે ૦૯ નવીન વર્ગખંડોનું ખાર્તમુહુર્ત કરવામાં આવ્યું. સિંગવડ પ્રાથમિક શાળામાં લીમખેડા વિધાનસભાના ધારાસભ્યશ્રી શૈલેશભાઈ ભાભોરના હસ્તે ૮૦.૦૪ લાખના ખર્ચે ૦૬ નવીન વર્ગખંડોનું ખાર્તમુહુર્ત કરવામાં આવ્યું.
દાહોદ તાલુકાની જેકોટ પ્રાથમિક શાળામાં ૯૩.૩૮ લાખના ખર્ચે નિર્માણ થનાર ૦૭ નવીન વર્ગખંડોનું ખાર્તમુહુર્ત જિલ્લા પંચાયતના પક્ષના નેતા શ્રી પર્વતભાઈ ડામોર ના હસ્તે કરવામાં આવ્યું. ગરબાડા તાલુકાની નેલસુર ઘાટી પ્રાથમિક શાળામાં ગરબાડાના ધારાસભ્યશ્રી શ્રીમતી ચંદ્રિકાબેન સી.બારિયાના હસ્તે અંદાજે ૮૦.૦૪ લાખના ખર્ચે ૦૬ નવીન વર્ગખંડોનું ખાર્તમુહુર્ત કરવામાં આવ્યું.