ખેડબ્રહ્મા કોલેજના એનસીસી, આદિવાસી સંશોધન કેન્દ્ર દ્વારા સેમિનાર યોજાયો
(પ્રતિનિધિ)ખેડબ્રહ્મા, એચપીસીએલ કંપની અને ડીડી ઠાકર આર્ટ્સ અને કે જે પટેલ કોમર્સ કોલેજ ખેડબ્રહ્માના એનસીસી તથા આદિવાસી સંશોધન કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે વિજિલન્સ વીક ૨૦૨૨ અંતર્ગત ભ્રષ્ટાચાર નાબૂદી સંદર્ભિત સેમિનારનું આયોજન કરાયું હતું. કાર્યક્રમની શરૂઆતમાં પ્રી. ડૉ. વીસી નીનામાએ મહેમાનોને આવકાર્યા હતા. ત્યાર પછી શ્રી સુરેશભાઈ લેઉવા અધિકારી શ્રી એચપીસીએલ એ કંપનીની કામગીરી અને તેની ઉપયોગી વિવિધ યોજનાઓથી માહિતગાર કર્યા હતા.
એ પછી કાર્યક્રમના મુખ્ય વક્તા અને અધ્યક્ષ શ્રી નારાયણ રજવાડીયા ચીફ મેનેજર વિજિલન્સ એચપીસીએલ અમદાવાદ થકી ભ્રષ્ટાચાર નાબૂદી માટે વિદ્યાર્થીઓ શું કરી શકે ? સમાજ શું કરી શકે ? ક્યાં ફરિયાદ કરી શકાય ? કેવી રીતે ફરિયાદ કરી શકાય ? તે અંગેની જાણકારી આપી વિદ્યાર્થીઓની ભ્રષ્ટાચાર નાબૂદી અને વિજિલન્સ વિક સંદર્ભે કોલેજે ભ્રષ્ટાચાર નાબૂદી અંગે યોજેલી ક્વિઝમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમે આવેલ વિદ્યાર્થીઓને મહેમાનોના હસ્તે ઈનામ વિતરણ કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રા. ડૉ. રોહિત જે દેસાઈએ કર્યું હતું. જ્યારે આભાર દર્શન શ્રી હરપાલસિંહ ચૌહાણ એ કર્યું હતું. આ આયોજનમાં એનસીસી ઓફિસર શ્રી દિલીપ સોંદરવાનો સક્રિય સહયોગ રહ્યો હતો.