મોડાસામાં બાયપાસ રોડ ઉપર ગ્રામ્ય પેટા વિભાગીય કચેરીનું ઉદઘાટન કરાયું
(પ્રતિનિધિ) મોડાસા, આજરોજ મોડાસામાં બાયપાસ રોડ (મેઘરજ) ઉપર ઉત્તર ગુજરાત વીજ કંપની લી. દ્વારા મોડાસા કાર્યપાલક ઇજનેર કચેરી હેઠળ ના મોડાસામાં વધુ એક ગ્રામ્ય પેટા કચેરી -૨ ખુલ્લી મુકવામાં આવી હતી. ૪૮ ગામડાઓ અને ૨૨૯૮૦ ગ્રાહકોની સેવાર્થે આજે આ કચેરી જિલ્લા પંચાયતના પ્રમુખ લાલસિંહ ચૌહાણના હસ્તે ખુલ્લી મુકાઈ હતી.
આ ગ્રામ્ય પેટા વિભાગીય કચેરી-૨ના ઉદઘાટન સમારોહમાં મુખ્ય ઇજનેર જી એચ. એન્જિનિયર, અધિક્ષક ઇજનેર ધનુલા , કાર્યપાલક ઇજનેર ઇન્ચાર્જ પી એમ પટેલ ,વિભાગીય કચેરી ના નાયબ ઇજનેરશ્રી એસ બી ડામોર મોડાસા રૂલર ના નાયબ ઇજનેરશ્રી અહારી , ભિલોડા વિભાગીય કચેરી ના કાર્યપાલક ઇજનેર શ્રી કલાસવા,મોડાસા રૂલર ૨ ના પ્રથમ નાયબ ઇજનેર એમ બી સોલંકી અને ટીટોઇ સબ ડિવિઝનના નાયબ ઇજનેર ફેરા અને વી.કે.પટેલ વગરે પણ ઉપસ્થિત રહ્યા હતા.