દિલ્હીની જેમ અમદાવાદમાં પ્રદુષણ વધતા ગંભીર સ્થિતિ
છેલ્લા બે દિવસથી સતત વધતા જતાં પ્રદુષણના કારણે નાગરિકોની સ્થિતિ કફોડી |
(તસવીરો- જયેશ મોદી) અમદાવાદ : અમદાવાદ શહેરમાં દિવાળી પછી પ્રદુષણની માત્રા ધીમે ધીમે વધવા લાગતા છેલ્લા બે દિવસથી ચિંતાજનક રીતે પ્રદુષણનું સ્તર ઉંચુ જતાં સંબંધિત વિભાગો એલર્ટ થયા છે અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં વાયુ પ્રદુષણનો આંક ૧૧૦ થી ૧૬૦ સુધીનો નોંધાયો છે. જે આરોગ્ય માટે ખતરારૂપ છે. દિલ્હીમાં પ્રદુષણના કારણે દેશભરમાં ભારે ઉહાપોહ મચ્યો હતો.
મોટાભાગના વિસ્તારોમાં વાયુ પ્રદુષણનો આંક ૧૧૦ થી ૧૬૦નો નોંધાયોઃ ઘોર નિંદ્રામાં
|
પરંતુ હવે ગુજરાતના આર્થિક પાટનગર ગણાતા અમદાવાદમાં પણ છેલ્લા બે દિવસથી પ્રદુષણની માત્રા વધતાં ચિંતાનો વિષય બન્યો છે. ખાસ કરીને સવારના સમયે ધુમ્મસ જેવો માહોલ જાવા મળતા વિજીબીલીટી સાવ ઘટી જવા લાગી છે જેના પરિણામે રસ્તાઓ પર વાહનચાલકો પણ ભારે મુશ્કેલીમાં મુકાય છે. અમદાવાદ શહેરમાં હજુ પણ આગામી દિવસોમાં પ્રદુષણનું સ્તર સુધરશે તેવા કોઈ સંકેત નથી. આ પરિસ્થિતિમાં કોર્પોરેશનનું તંત્ર ફરી એક વખત સક્રિય બન્યું છે.
આ અંગેની વિગત એવી છે કે દેશના પાટનગર દિલ્હીમાં દિવાળી દરમિયાન જ પ્રદુષણની માત્રા ચિંતાજનક રીતે વધી ગઈ હતી. પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં ખેડૂતો દ્વારા બાળવામાં આવતા ઘાસચારાના કારણે આ પ્રદુષણ ફેલાતું હોવાનું તારણ રજુ કરવામાં આવ્યું છે અને આ માટે કેન્દ્ર સરકારના સંબંધિત વિભાગો દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. દિલ્હીમાં પરિસ્થિતિ ધીમે ધીમે થાળે પડી રહી છે પરંતુ દિલ્હી બાદ અમદાવાદમાં વાયુ પ્રદુષણની સ્થિતિ ધીમે ધીમે ચિંતાજનક રીતે વધવા લાગી છે.
અમદાવાદ શહેરમાં દિવાળી દરમિયાન ફટાકડાઓ ફુટવાના કારણે વાતાવરણમાં પ્રદુષણ જાવા મળતુ હતું તથા ધુમાડાના કારણે વિજીબીલીટી ઘટી ગઈ હતી જાકે આ પરિસ્થિતિ રાત્રિ દરમિયાન જ જાવા મળતી હતી.
પરંતુ દિવાળી પુરી થઈ ગયા બાદ છેલ્લા ત્રણ ચાર દિવસથી અમદાવાદ શહેરમાં વાયુ પ્રદુષણનો આંક સતત વધી રહયો છે. અમદાવાદ શહેરમાં મ્યુનિ. કોર્પો. તંત્ર દ્વારા અગાઉ પ્રદુષણની માત્રા વધી ત્યારે કન્સ્ટ્રકશન સાઈટો પર ચેકિંગ શરૂ કરવામાં આવ્યુ હતું અને તેમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતાં આ દરમિયાન ફરી એક વખત અમદાવાદ શહેરમાં પ્રદુષણની માત્રા વધવા લાગી છે.
ખાસ કરીને પિરાણા ડમ્પીંગ સાઈટ તથા બોપલમાં પણ કચરાના ઢગના કારણે પ્રદુષણનું સ્તર ઉંચુ જાવા મળી રહયું છે જેનો ભોગ સામાન્ય નાગરિકો બની રહયા છે.
અમદાવાદ શહેરના પિરાણા, સેટેલાઈટ, બોપલ, રખિયાલ, રાયખંડ, નવરંગપુરા, એરપોર્ટ સહિતના વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી પ્રદુષણની માત્રામાં સતત વધારો થઈ રહયો છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં વાયુ પ્રદુષણનો આંક ૧૧૦ થી ૧૬૦ સુધી પહોંચી ગયો છે. અચાનક જ બે દિવસમાં અમદાવાદ શહેરમાં પ્રદુષણની માત્રા વધતા કોર્પોરેશનનું તંત્ર સજાગ બન્યું છે. આજે સવારથી જ શહેરમાં પ્રદુષણનો આંક વધી જતાં તેની આરોગ્ય પર અસર થવાની દહેશત સેવાઈ રહી છે. આ પરિÂસ્થતિમાં અસ્થમાના દર્દીઓ તથા વૃધ્ધ નાગરિકોની સ્થિતિ દયનીય બની જતી હોય છે.
અમદાવાદ શહેરમાં છેલ્લા બે દિવસથી વાતાવરણ ધુળિયુ બની ગયુ છે જેના પરિણામે શ્વાસ ચડવા સહિતના આરોગ્ય લગતા કેસોમાં વધારો નોંધાયો છે. આગામી દિવસોમાં આ પરિસ્થિતિ વધુ ગંભીર બને તેવુ મનાઈ રહયું છે. અમદાવાદ શહેરમાં બે દિવસથી વાયુ પ્રદુષણનું સ્તર ચિંતાજનક રીતે વધવા લાગતાં કોર્પોરેશનનું તંત્ર ફરી સજાગ બન્યું છે અને આજથી આ દિશામાં કાર્યવાહી શરૂ કરવામાં આવે તેવું મનાઈ રહયું છે.
ખાસ કરીને શહેરના નવરંગપુરા, બોપલ અને પીરાણા વિસ્તારમાં પ્રદુષણની માત્રા ચિંતાજનક રીતે વધી ગઈ છે.અમદાવાદ ઉપરાંત રાજયના અન્ય કેટલાક મહાનગરોમાં પણ પ્રદુષણની માત્રા વધવા લાગી છે. જેના પગલે ગુજરાત સરકાર પણ ચિંતિત બની છે.