Western Times News

Gujarati News

અદાણી શાંતિગ્રામમાં 2023 સુધીમાં 10 બસો અને 100 ઈ-બાઈક્સ મૂકાશે

ચાર્ટર્ડ સ્પીડ અને અદાણી રિયલ્ટીએ ફ્લેગશિપ ટાઉનશિપ શાંતિગ્રામમાં મોબિલિટી સર્વિસીસ પૂરા પાડવા હાથ મિલાવ્યા-ઓલ ઈલેક્ટ્રિક મોબિલિટી દ્વારા શાંતિગ્રામ ભારતની નંબર વન ટાઉનશિપ બની

રૂ. 20 કરોડના રોકાણ સાથે ચાર્ટર્ડ સ્પીડ એપ્રિલ, 2023 સુધીમાં 10 બસો અને 100 ઈ-બાઈક્સ મૂકશે

અમદાવાદ, પેસેન્જર મોબિલિટી લીડર ચાર્ટર્ડ સ્પીડ લિમિટેડે શાંતિગ્રામ ખાતે ઈલેક્ટ્રિક વાહનોની તેની ફર્સ્ટ એડિશનને ફ્લેગ ઓફ કરી છે. આ સાથે શાંતિગ્રામ ભારતની પ્રથમ ઈલેક્ટ્રિક વાહનોથી સજ્જ ટાઉનશિપ બની છે. Chartered Speed and Adani Realty act jointly to provide inter and intra-mobility    services in the flagship township- Shantigram Ahmedabad.

આશરે 10,000 લાભાર્થીઓને પ્રીમિયમ ઇન્ટર અને ઇન્ટ્રા-ટાઉનશિપ મોબિલિટી સેવાની ઍક્સેસ મળશે જે તેમને બાકીના અમદાવાદ સાથે જોડવામાં મદદ કરશે. કંપનીએ આશરે રૂ. 20 કરોડનું રોકાણ કરવાની અને એપ્રિલ 2023 સુધીમાં 10 ઇલેક્ટ્રિક બસો અને 100 ઈ-બાઇક ગોઠવવાની યોજના ધરાવે છે.

“અમે ભારતની મનપસંદ સંકલિત ટાઉનશીપમાંની એક શાંતિગ્રામ ખાતે સૌપ્રથમ ઈન્ટર-મોબિલિટી સર્વિસીઝ શરૂ કરતાં ખૂબ જ આનંદ અનુભવીએ છીએ. ઝડપથી બદલાતી જીવનશૈલી અને વધુ ટકાઉ અને હરવા-ફરવા માટે એન્વાર્યમેન્ટ-ફ્રેન્ડલી વાહનોની જરૂરિયાતને કારણે ઘણા લોકો ઇલેક્ટ્રિક વાહનો પસંદ કરતા થયા છે.

આ પહેલ સાથે, ટાઉનશીપમાં રહેતા લોકો ઈ-બાઈક સાથે પરિસરમાં સરળતાથી મુસાફરી કરી શકશે. આ ઉપરાંત, અમારી ઈલેક્ટ્રિક બસ સેવાઓના લીધે રહેવાસીઓને અમદાવાદના બાકીના ભાગો સાથે કિફાયતી ભાવે જોડાવા માટે ખૂબ સુગમતા રહેશે”, એમ ચાર્ટર્ડ સ્પીડ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી પંકજ ગાંધીએ જણાવ્યું હતું.

ચાર્ટર્ડ સ્પીડ અમદાવાદના મોટાભાગના વિસ્તારોને આવરી લઈને રહેવાસીઓ માટે 10 બસો તૈનાત કરશે. મુસાફરો દિવસની રૂ. 125 અથવા મહિનાના રૂ. 3,000ના પાસની સુવિધા મેળવીને શહેરમાં તેમના નિર્ધારિત સ્થળે પહોંચી શકશે.

ચાર્ટર્ડ બાઈક ટાઉનશિપમાં જ હરવા-ફરવા માટે બેટરી સ્વેપિંગ મોડલ પર આધારિત 25 ઈ-બાઈક્સ પૂરા પાડશે. આ ઈ-બાઈક્સ લગભગ 50 કિમીની રેન્જ ધરાવતા હશે અને મહત્તમ 25 કિમી પ્રતિ કલાકની ઝડપે ચાલશે. યુઝર્સ માત્ર રૂ. 10 ચૂકવીને 30 મિનિટની રાઈડ મેળવી શકશે.

શ્રી ગાંધીએ ઉમેર્યું, “આ ટકાઉ અને અનન્ય મોડલ એ દર્શાવવા માટે એક ઉદાહરણ સ્થાપિત કરશે કે કેવી રીતે ઇ-વાહનો દ્વારા મળતા ટેક્નિકલ સોલ્યુશન્સથી ટ્રાન્સપોર્ટ અને રેસિડેન્શિયલ સેક્ટરમાં પરિવર્તનો આવી શકે છે. અદાણી શાંતિગ્રામ સાથેના અમારા લાંબા ગાળાના સંબંધો હેઠળ, અમે રેસિડેન્શિયલ પબ્લિક ઈ-વ્હીકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થાપના કરીશું જેની માલિકી, સંચાલન અને જાળવણી અમારી હશે.”

આ પહેલ વિશે શાંતિગ્રામના એક અધિકારીએ જણાવ્યું હતું કે, “અમે શાંતિગ્રામ ખાતે રહેવાસીઓને ઇલેક્ટ્રિક વાહનો ખરીદવા માટે પ્રોત્સાહિત કરવા, ઇવી ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભા કરીને, ઇન્ટ્રા ટાઉનશીપ સાઇકલિંગ સર્વિસ અને હવે શહેરમાં આવન-જાવન માટે ઈલેક્ટ્રિક બસ સર્વિસ શરૂ કરીને રહેવાસીઓ અને કર્મચારીઓની જીવનશૈલીને ઉન્નત બનાવવા સહિત અનેક ગ્રીન ઈનિશિયેટિવ લઈ રહ્યા છીએ. અમે અમારી ફિલસૂફી, ‘એડ્રેસ ઑફ ગુડનેસ’ને અનુરૂપ બહેતર સુવિધાઓ, સગવડો પૂરી પાડવાની સાથે સાથે ગ્રીન ફૂટપ્રિન્ટ્સ વધારવા માટે પ્રયત્નશીલ છીએ.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.