સિદ્ધાંતે ડાન્સ કરી કેટરિનાને ઈમ્પ્રેસ કરવાનો પ્રયાસ કર્યો હતો

મુંબઈ, કેટરીના કૈફ અને વિકી કૌશલ એકબીજાને ડેટ કરી રહ્યા હોવાની ચર્ચા તો ઘણા સમયથી થઈ રહી હતી પરંતુ ક્યારેય પણ વાતની આ પુષ્ટિ કરી નહોતી. જાે કે, ડિસેમ્બર, ૨૦૨૧માં જ્યારે કપલના લગ્નની તસવીરો સામે આવી ત્યારે તેમના લાખો ચાહકોના દિલ તૂટી ગયા હતા.
બોલિવુડ બ્યૂટી કેટરીના પર વિકીને ક્રશ હતો અને ઝોયા અખ્તરની પાર્ટીમાં મુલાકાત થયા બાદ તે પ્રેમમાં પરિણમી હતી અને તેઓ સાત ફેરા ફરી પતિ-પત્ની બન્યા હતા. કેટરીના પર માત્ર વિકી કૌશલને જ નહીં ઈન્ડસ્ટ્રીના ઘણા યંગ એક્ટર્સને ક્રશ હતો, જેમાં સિદ્ધાંત ચતુર્વેદીનો પણ સમાવેશ થાય છે. આ વાતનો ખુલાસો તેણે અપકમિંગ ફિલ્મ ‘ફોન ભૂત’ના પ્રમોશન માટે આપેલા ઈન્ટરવ્યૂમાં કર્યો હતો.
જેમાં કેટરીના અને ઈશાન ખટ્ટર પણ લીડ રોલમાં છે. વાતચીત કરતાં, ઝોયા અખ્તરની પાર્ટીમાં તે પણ હાજર રહ્યો હોવાનો ખુલાસો સિદ્ધાંત ચતુર્વેદીએ કર્યો હતો. તેણે કહ્યું હતું કે ‘મને યાદ છે કે, કેટરીના અને વિકી પણ ઝોયાની પાર્ટીમાં હતા.
બંને નીચે બેઠા હતા અને હું ડાન્સ કરીને મારા મૂવ્સ દેખાડી રહ્યો હતો. કેટરીનાને ઈમ્પ્રેસ કરવા માટે હું તેમ કરી રહ્યો હતો. પરંતુ ભાઈ લઈ ગયો!. વિકી અને કેટરીના વાતચીતમાં વ્યસ્ત હતા. તે મારી સામે જુએ તે માટે તેની સામે હું ડાન્સ કરી રહ્યો હતો. પરંતુ તેણે એકવાર પણ જાેયું નહીં.
જાે કે, બંનેના લગ્ન થયા ત્યારે હું ખુશ થયો હતો’. અગાઉ આપેલા ઈન્ટરવ્યૂમાં, શું કેટરીનાએ વિકી કૌશલ સાથે લગ્ન કરતાં તું દુઃખી થયો હતો તેમ પૂછતાં એક્ટરે હસતાં-હસતાં કહ્યું હતું કે ‘ના…ના…તેની ખુશીમાં જ મારી ખુશી છે. કેટરીના કૈફ સાથે કામ કરવાના ઉત્સાહને વર્ણવતાં સિદ્ધાંત ચતુર્વેદીએ કહ્યું હતું કે ‘શૂટિંગના એક દિવસ પહેલા હું ઊંઘી શક્યો નહોતો.
સેટ પર પણ મને પરસેવો થઈ જતો હતો અને હું નર્વસ હતો કારણ કે, હું તેની સાથે સીન કરવાનો હતો. અમે પહેલીવાર સાથે કામ કર્યું હોવાથી હું હંમેશા તેને ઈમ્પ્રેસ કરવામાં લાગેલો રહું છું. ફિલ્મ ‘ફોન ભૂત’ હોરર કોમેડી છે, જે ૪ નવેમ્બરના રોજ થિયેટરમાં રિલીઝ થવાની છે. આ સિદ્ધાંત ચતુર્વેદીની ચોથી ફિલ્મ છે. ૨૦૧૯માં રણબીર સિંહ અને આલિયા ભટ્ટની ફિલ્મ ‘ગલી બોય’થી તેણે ડેબ્યૂ કર્યું હતું.
ત્યારબાદ સૈફ અલી ખાન, રાની મુખર્જી અને શરવરી વાઘ સાથે ‘બંટી ઔર બબલી ૨’ તેમજ દીપિકા પાદુકોણ સાથે ‘ગહેરાઈંયા’માં જાેવા મળ્યો હતો.SS1MS