ગુજરાત કોંગ્રેસ નેતા દ્વારા શહેરમાં વિવિધ સંગઠનો સાથે “જન સંવાદ”
અમદાવાદ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના સિનિયર આગેવાન શ્રી આરીફ રાજપૂત ને જ્યારથી અમદાવાદ શહેર કોંગ્રેસ મેનીફેસ્ટો કમિટી ના કન્વિનર ની જવાબદારી સોંપવામાં આવી છે. ત્યારથી શ્રી આરીફ રાજપૂતે અમદાવાદ શહેર માં અખિલ ગુજરાત ખંડસમય અધાયપક મંડલ, નવ ગુજરાત વાલી મંડલ, અનેક વેપારી મંડલો, કામદાર સંગઠનો, રીક્ષા એસોસાએશન, મજુરો સંગઠનો, મહીલા મંડલો સાથે સીધો સંવાદ કરી રહ્યા છે.
અત્યાર સુધી શ્રી આરીફ રાજપૂતે સમગ્ર અમદાવાદ શહેર માં ૧૦૦ કરતા વધારે જન સંવાદ કરી સંગઠનો પાસેથી આવનાર વિધાનસભાના ચુંટણી માટે કોંગ્રેસ નો મેનિફેસ્ટો બનાવવા સુચનો અને મુદ્દાઓ લીધેલ અને કોંગ્રેસ નો સંકલ્પ ૨૦૨૨ ગુજરાત માં બનશે જનતા ની સરકાર અને કોંગ્રેસ માટે તો જનતા જ સરકાર અંગે માહિતી આપેલ અને કોંગ્રેસ દ્વારા ગુજરાતની જનતા માટે આપેલ આઠ વચનોં અંગે જણાવેલ.