અમદાવાદ અને પટના વચ્ચે 25મીથી દોડશે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન
મુસાફરોની સુવિધા અને તહેવારોની સિઝનમાં તેમની માંગને પહોંચી વળવા માટે, પશ્ચિમ રેલવેએ અમદાવાદ-પટના-નડિયાદ વચ્ચે વિશેષ ભાડા પર ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનોની 02 ટ્રીપ ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો નીચે મુજબ છે:-
ટ્રેન નંબર 09463 અમદાવાદ-પટના અને ટ્રેન નંબર 09464 પટના-નડિયાદ [02 ટ્રીપ્સ]
ટ્રેન નંબર 09463 અમદાવાદ-પટના સ્પેશિયલ 25 ઓક્ટોબર 2022 ના રોજ અમદાવાદથી 16.25 કલાકે ઉપડશે અને બીજા દિવસે 21.15 કલાકે પટના પહોંચશે. એ જ રીતે ટ્રેન નંબર 09464 પટના – નડિયાદ સ્પેશિયલ 27 ઑક્ટોબર, 2022 ના રોજ 06.00 કલાકે પટનાથી ઉપડશે અને બીજા દિવસે 10.15 કલાકે નડિયાદ પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં છાયાપુરી, રતલામ, કોટા, આગ્રા ફોર્ટ, કાનપુર સેન્ટ્રલ, પ્રયાગરાજ અને પં. દીન દયાલ ઉપાધ્યાય સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં ફર્સ્ટ એસી 01, એસી 3 ટાયર 01, સ્લીપર ક્લાસ 08 અને જનરલ ક્લાસ ના 12 કોચ હશે.
ટ્રેન નંબર 09463 માટે બુકિંગ 24 ઓક્ટોબર, 2022થી પીઆરએસ કાઉન્ટર્સ અને આઈઆરસીટીસીની વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સ્ટોપેજ, સંરચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.