બાલા હનુમાન દાદાના મંદિર ખાતે કાળી ચૌદસના દિવસે હનુમાન ચાલિસાનું પઠન કરાયું
અમદાવાદના રાયપુરમાં આવેલા શ્રી બાલા હનુમાન દાદાના મંદિર ખાતે કાળી ચૌદસના રોજ વર્તમાનમાં વિશ્ર્વના અનેક દેશોમાં અશાંતિનું વાતાવરણ ઉભું થયું છે જેના લીધે વિશ્વના અનેક જીવો દુઃખી છે તો અશાંતિ દૂર થાય અને સમગ્ર વિશ્ર્વમાં શાંતિ સ્થપાય અને વિશ્ર્વના સર્વે જીવોની સુખ – શાંતિ માટે શ્રેષ્ઠ ખાડિયા અભિયાન દ્વારા શ્રી હનુમાન ચાલીસાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.