Western Times News

Gujarati News

વડાપ્રધાન દિવાળી ઉજવવા કારગીલ પહોંચ્યા

PM arrival at Kargil to cerebrates Deepavali with brave solider on October 24, 2022.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે વહેલી સવારે જ જમ્મુ-કાશ્મીરના કારગીલ પહોંચી ગયા છે. અહીં તેઓ સેનાના જવાનો સાથે જ દિવાળીની ઉજવણી કરશે. વડાપ્રધાન સેનાના જવાનો સાથે પાછલા આઠ વર્ષથી દીપાવલીની ઉજવણી કરતા આવ્યા છે. Prime Minister Modi in Kargil for diwali celebration

PM arrival at Kargil to cerebrates Deepavali with brave solider on October 24, 2022.

વર્ષ 2014માં જ્યારથી નરેન્દ્રભાઈ મોદીએ વડાપ્રધાન પદે બિરાજમાન થયા  છે ત્યારથી તેઓ હંમેશા જવાનો સાથે જ દિવાળી મનાવે છે. આ વખતે પણ તેમણે પોતાની આ પરંપરા જાળવી રાખી છે અને સવારે જ તેઓ કારગીલના દ્રાસમાં પહોંચી ગયા છે.

આ પહેલાં વડાપ્રધાન મોદી દિવાળીના ઉત્સવ પર સતત અલગ-અલગ જગ્યાઓ પર પહોંચી રહ્યા છે. તેઓ સૌથી પહેલાં 21 ઑક્ટોબરે બાબા કેદારનાથ અને બદ્રીનાથનાં દર્શન કરવા પહોંચ્યા હતા. આ પછી 23 ઑક્ટોબરે અયોધ્યાના દીપોત્વસમાં સામેલ થયા હતા. સાથે જ અયોધ્યા પહોંચીને તેમણે રામલલાનાં પણ દર્શન કર્યા હતા.

આ પહેલાં મે-2014માં નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા હતા ત્યારપછી 23 ઑક્ટોબર-2014માં તેમણે વડાપ્રધાન તરીકે સિયાચીનમાં પહેલી દિવાળી બનાવી હતી. ત્યારપછી તેમણે 11 નવેમ્બર-2015માં પંજાબના જવાનો સાથે, 2016માં 30 ઑક્ટોબરે હિમાચલના કિન્નોરમાં ભારત-ચીન બોર્ડર નજીક, 2017માં 18 ઑક્ટોબરમાં

તેમણે જમ્મુ-કાશ્મીરના ગુરેજમા, 2018ની 7 નવેમ્બરે ભારત-તીબ્બત સીમા પોલીસ જવાનો સાથે ઉત્તરાખંડના હર્ષિલમાં, 2019માં 27 ઑક્ટોબરે રાજૌરીમાં એલઓસી પર તૈનાત સૈનિકો સાથે, 2020માં 14 નવેમ્બરે જૈસલમેરમાં લોંગેવાલા પોસ્ટ પર અને 4 નવેમ્બર-2021માં વડાપ્રધાન નરેન્દ્રભાઈએ રાજૌરીના નૌશેરા સેક્ટરમાં ભારતીય જવાનો સાથે દિવાળી મનાવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.