મુખ્યમંત્રી અમદાવાદ, ગાંધીનગરમાં પ્રજાજનો સાથે નૂતન વર્ષનો પ્રારંંભ કરશે

(એજન્સી)અમદાવાદ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિક્રમ સંવત ર૦૭૯ પ્રારંભ દિવસે તારીખ ર૬ ઓકટોબર બુધવારે સવારે ૭.૦૦ કલાકે ગાંધીનગરમાં પંચદેવ મંદીરના દર્શન કરી નુતન વર્ષના પ્રારંભ કરાશે અને ૭.૩૦ વાગે અડાલજ ખાતે ત્રિમંદીરરમાં દર્શનપુજા માટે જશે ત્યારે બાદ મુખ્યમંત્રીમંડળ નિવાસ સંકુલમાં આવેલા કોમ્યુનીટી સેન્ટર ખાતે નુતન વર્ષ નિમીત્તે સવારે ૮.૦૦ થી ૮ઃ૪૩પ સુધી નાગરીકો-પ્રજાજનો સાથે નૂતન વર્ષાભિનંદન અને શુભેચ્છાઓનું આદાન-પ્રદાન કરશે.
દરમ્યાન રાજયપાલ આચાર્ય દેવવ્રતજીને નુતન વર્ષની શુભેચ્છાઓ પાઠવવા મુખ્યમંત્રી સવારે ૮.પ૦ કલાકે રાજભવન થશે. ભુપેન્દ્ર પટેલ સવારે ૧૦.૩૦ થી ૧૧.૩૦ કલાક સુધી અમદાવાદ એનેક્ષી સરકીટ હાઉસ શાહીબાગ ખાતે નાગરીકો સાથે નવા વર્ષની શુભેચ્છાઓ આપ-લે કરશે. તે પૂર્વ મુખ્યમંત્રી ૧૦.૦૦ વાગે અમદાવાદમાં ભદ્રકાળી માતાના મંદીરે દર્શનાથે પણ જવાાના છે.