કાલાવડમાંથી લાયસન્સ વગર ફટાકડા વેચતા પાંચ પકડાયા
જામનગર, કાલાવડ શહેરમાં કેટલાંક આસામીઓ લાયસન્સ વગર ગેરકાયદે ફટાકડાંના વેચાણ કરવા સ્ટોલ ઉભા કરી ગંભીર પ્રકારના અકસ્માતો સંજાય તેની દરકાર કર્યા વગર જ ફટાકડાઓના વેચાણ કરી રહ્યા હોવાની બાતમી પોલીસને મળતા ચકાસણી હાથ ધરી હતી. જેમાં લાયસન્સ વગર શ્રીજી ફટાકડાં સ્ટોલના સંચાલક ધર્મેશ ધીરૂભાઈ અકબરી ફટાકડાં વેચતા હોય જેથી પોલીસે પાંચ હજારની કિંમતના ફટાકડાનો જથ્થો કબજે કર્યો હતો.
આ ઉપરાંત સાગર કોમ્પ્લેક્ષના કમ્પાઉન્ડમાંથી રાધેશ્યામ ગાશાળાના ફટાકડાં સંચાલક પાર્થ નિલેશભાઈ સરધારા લાયસન્સ વગર ફટાકડાનું વેચાણ કરતા હોવાથી ૪પ૦૦ની કિંમતના ફટાકડાનો જથ્થો, બાપા સીતારામ ચોક પાસે શ્રીનાથજી ફટાકડાં નામના સંચાલક આશિષ રામજીભાઈ તરપડા તેમજ શીતળા ચોક પાસના ફટાકડા વેચતા લલિતભાઈ પાસેથી ૯પ૦૦ના ફટાકડાનો જથ્થો કબજે કર્યો હતો.