દીકરી માટે મતભેદ ભૂલવા તૈયાર થયુ અલગ રહેતું દંપતી
સુરત, ત્રણ વર્ષની છોકરીને જીવનમાં તેના પહેલીવાર માતા-પિતા સાથે નવું વર્ષ ઉજવવાની તક મળશે. વાત એમ છે કે, છોકરીના મમ્મી-પપ્પા અલગ રહે છે. પરંતુ, બંને વચ્ચે થયેલી એક મુલાકાત બાદ તેઓ સમાધાન કરવા થયા હતા અને તેના લીધે જ જન્મ બાદ પહેલીવાર છોકરી તેના પિતાને મળી શકશે. તો પિતા પણ છોકરી સાથે જાહેર બગીચામાં એક કલાકનો સમય પસાર કરી શકશે.
આ સમાધાન કપલ માટે એક રાહત તરીકે આવ્યું છે, જેમણે લવમેરેજ કર્યા બાદ લગ્ન કર્યા હતા અને ત્યારબાદ પાંચ અલગ-અલગ ફરિયાદ સાથે કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. ૨૮ વર્ષની અર્પિતાએ (નામ બદલ્યું છે) ઘરેલુ હિંસા, દહેજ અને ભરણ-પોષણ અંગેના ત્રણ કેસ દાખલ કર્યા હતા તો તેના ૨૯ વર્ષના પતિ સુનીલે (નામ બદલ્યું છે) દીકરી સાથે પુનઃમિલન અને ગાર્ડિયનશિપ માટે કોર્ટનો સંપર્ક કર્યો હતો.
અર્પિતા અને સુનીલ વર્ષ ૨૦૧૮માં સેનેટરી ઈન્સપેક્ટરના કોર્સ દરમિયાન મળ્યા હતા અને ત્યારબાદ તેમનું અફેર ચાલું થયું હતું. બંનેના પરિવારના સભ્યો આ સંબંધની વિરદ્ધમાં હોવાથી તેમણે ૨૪ સપ્ટેમ્બરના રોજ એક મંદિરમાં તેમણે સાત ફેરા લીધા હતા.
જાે કે, થોડા મહિનાઓ બાદ પરિવારજનોએ તેમના સંબંધો સ્વીકાર્યા હતા અને ૧૫ ઓક્ટોબરના રોજ સામાજિક રીતિ-રિવાજ પ્રમાણે લગ્ન કર્યા હતા. આ દરમિયાન, કપલ વચ્ચે મતભેદો થયા હતા અને ૨૪ નવેમ્બરે સુનીલે અર્પિતાને તેના પિયર મોકલી દીધી હતી.
અર્પિતા, જે ગર્ભવતી હતી, તેણે ફેબ્રુઆરી ૨૦૨૧માં દીકરીને જન્મ આપ્યો હતો. પરંતુ સુનીલ સાથેનું તેનું સેપરેશન યથાવત્ રહ્યું હતું. અર્પિતાએ તેના વકીલ મારફતે પોલીસ અને કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. તો સુનીલે પણ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા.
‘પિતા આ વર્ષે પહેલીવાર તેના પરિવારની લક્ષ્મી સાથે નવું વર્ષ સાચા અર્થમાં ઉજવી શકશે. પરિવાર માટે આ રિયુનિયન થોડા સમય માટેનું છે પરંતુ સુખી હોઈ શકે છે’, તેમ સુનીલના વકીલે કહ્યું હતું. પિતાએ તેની દીકરી સાથે તહેવારની ઉજવણી કરવા દેવા માટે કોર્ટનો સંપર્ક કર્યો હતો.
કોર્ટે બંને પક્ષને ચર્ચા કરીને ઉકેલ લાવવા કહ્યું હતું. ‘પિતા તેની દીકરીને જાહેર બગીચામાં એક કલાક માટે મળી શકે છે. આ નવું વર્ષ પિતા અને દીકરી માટે સાચા અર્થમાં ખુશીથી ભરેલું હશે’, તેમ અર્પિતાના વકીલે કહ્યું હતું.SS1MS