સુરતમાં ભાઇ માત્ર એક રૂપિયામાં કાપે છે વાળ
સુરત, મહિલાઓ સુંદર દેખાવા માટે હજરો રૂ ખર્ચ કરે છે.અને તહેવારો આવતા જ મહિલાઓ પાર્લરમાં જઇને તૈયાર થતી હોય છે, જાે કે આ પાછળ ખર્ચ પણ એટલો જ થાય છે.
મહિલાઓ જાે પાર્લરમાં વાળ કપાવવા જાય તો ઓછામાં ઓછો ખર્ચ ૨૦૦ રૂપિયા અને જાે મોંઘા સલૂનમાં વાળ પાછળ ખર્ચ ૨૦૦૦ સુધીનો પણ થઈ જતો હોય છે. ત્યારે સુરતમાં સલુન ચલાવતા એક ભાઈ એવા પણ છે જે ફક્ત ૧ રૂપિયામાં જ વાળ કાપી આપે છે. સામાન્ય મહિલાઓ પ્રોફેશનલ સલૂનમાં બ્યુટી ટ્રીટમેન્ટ લેવાનો વિચાર પણ કરી શકતી નથી કારણ કે આ ટ્રીટમેન્ટ ખૂબ ખર્ચાળ સાબિત થાય છે.
ત્યારે કોણ છે આ ભાઇ અને કેમ એક રૂપિયામાં વાળ કાપી આપે છે આવો વિગતે આ અહેવાલ વાંચીએ. સુરતના ચૌટા બજારમાં સલુન ધરાવતા કેતન હિરપરા મહિલાઓને ફક્ત ૧ જ રૂપિયામાં વાળ કાપી આપે છે. પ્રોફેશનલ સલૂનને મહિલાઓ ખૂબ મોંઘી માને છે..આ ભ્રમ દૂર કરવા અને શહેરની મહિલાઓને પણ તેનો લાભ મળી રહે તે માટે કેતન હિરપરા છેલ્લા ૬ વર્ષથી ૧ રૂપિયાનો સિક્કો લઈ વાળ કાપી આપે છે. સ્વાભાવિક છે મહિલાઓને જાે માત્ર ૧ રૂપિયામાં જ મોંઘા સલૂન જેવો લુક મળી જતો હોય તો તેમની ખુશી સમજી શકાય છે.
અહીં મોટી સંખ્યામાં મહિલાઓ આવવા પણ લાગી છે. સલૂન ચલાવનાર કેતનભાઈ પીએમ મોદીના ડિજિટલ ઇન્ડિયના સપનાંને સાકાર કરવા ૧ રૂપિયાનું પેમેન્ટ પણ ડિજિટલ રીતે જ લે છે.અને જેમ જેમ મહિલાઓને ખબર પડતી જાય છે તેમ તેમ તેઓ અહીં આ સલૂનનો લાભ લેવા પહોંચી પણ રહી છે. આ પ્રકારનો પ્રયાસ પણ સુરતમાં પહેલી જ વાર કરાયો છે.
કેતનભાઈ હિરપરાએ જણાવ્યું હતું કે.’જે રીતે અન્ય પાર્લરોમાં મહિલાને ૫૦૦થી ૬૦૦ રૂ લઇ વાર કાપી આપવામાં આવે છે. અને અન્ય ટ્રીટમેન્ટ પણ ઘણી મોંઘી કરી આપે છે.
અને ટ્રીટમેન્ટના નામે તેમને લૂંટવાનો પ્રયાસ કરવામાં આવે છે. ત્યારે આ બાબતે મહિલાઓમાં જાગૃતિ આવે તે માટે તેઓ માત્ર એક રૂપિયામાં મહિલાઓને વાર કાપી આપે છે. અત્યાર સુધી અહીંયા ૧૦ લાખથી વધુ મહિલાઓ એક રૂ.માં વાર કપાવી ગયા છે.
અને ગુજરાતમાં ૭૫થી વધુ બ્રાંચ તેની ચાલે છે.આ ઉપરાંત આ પાર્લરમાં ૧૦૦૦ જેટલી છોકરીઓ અહીંયા પાર્લરનું શીખવા આવે છે.આગાઉના સમયમાં આ બ્રાન્ચ અન્ય ૧૫૫ જેટલા દેશોમાં ખોલવામાં આવશે.SS1MS