જલારામ બાપાની શોભાયાત્રા અંતર્ગત ધર્મધ્વજાનું કરાયું પૂજન
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/10/jalaram-Bapa.jpg)
વિવિધ કૃતિ ફલોટ્સ શોભાયાત્રામાં સામેલ થશે, તડામાર તૈયારીઓ શરૂ
રાજકોટ, જલારામ જન્મોત્સવ સમિતિ રાજકોટ દ્વારા આયોજીત જલારામ શોભાયાત્રા અંતર્ગત શોભાયાત્રાના કાર્યાલય પ્રારંભ બાદ કેશરીયા લોહાણા મહાજન વાડી કરણપરા ચોક રાજકોટ ખાતે શ્રી જલારામ જન્મોત્સવ સમિતિનું કાર્યાલય શરૂ કરવામાં આવ્યું છે. જયાં શોભાયાત્રા માટેની તૈયારીઓ માટે વિશાળ સંખ્યામાં જલારામ ભક્તો ઉપસ્થિત રહે છે.
શોભાયાત્રામાં ટુ-વ્હીલર, ફોર વ્હીલર સાથે જાેડાવા તથા શોભાયાત્રામાં આકર્ષક દિવ્ય તથા ધાર્મિક, સાંસ્કૃતિક કૃતિ શ્રી જલારામ બાપાના જીવનની ઝાંખી જલારામ બાપાનો પ્રસાદ, અન્નક્ષેત્રનો સંદેશો જેવા અનેકવિધ સંદેશા સાથે વિવિધ સામાજીક ધાર્મિક સંસ્થાઓની ફલોટસ સામેલ થશે જેમાં શ્રી જલારામ જન્મોત્સવ સમિતિનો મુખ્ય રથ બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ, બજરંગ મિત્ર મંડળ ટ્રસ્ટ, રાજકોટ લોહાણા મહાજન તથા તેની તમામ સંલગ્ન સંસ્થાઓના ફલોટસ શ્રી લોહાણા યુવક પ્રગતિ મંડળ હરતુ ફરતું અન્નક્ષેત્ર વગેરે જાેડાશે.
જલારામ બાપાના ધર્મધ્વજનું જલારામ જન્મોત્સવ સમિતિના કાર્યાલયો અનમોલદાસ બાપુ, શ્રી લાલ હનુમાન નવાગામના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ માટે રમેશભાઈ ઠક્કર, પ્રવીણભાઈ કાનાબાર, અશોકભાઈ હિન્ડોચા, રમણિકભાઈ કોટક વગેરે કાર્યરત હતા.