પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા AAPમાં જાેડાશે
ભાવનગરના ગારિયાધાર ખાતે કેજરીવાલની સભામાં અલ્પેશ સાથે ધાર્મિક માલવિયા પણ આપમાં જાેડાશે
અમદાવાદ, પાટીદાર અનામત આંદોલનનો વધુ એક મોટો ચેહરો રાજકારણમાં ઝંપલાવવા જઈ રહ્યો છે. પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા આવતી કાલે આમ આદમી પાર્ટીમાં જાેડાશે. ભાવનગરના ગારિયાધાર ખાતે કેજરીવાલની સભામાં અલ્પેશ સાથે ધાર્મિક માલવિયા પણ આપમાં જાેડાશે.
આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે. ત્યારે આવતીકાલે ગારિયાધરમાં દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની સભામાં અલ્પેશ કથીરિયા આપમાં જાેડાઈ તેવું જાણવા મળી રહ્યું છે. અલ્પેશ કથિરીયા પાટીદાર અનામત આંદોલન સમયે હાર્દિક પટેલના સાથી રહી ચૂક્યા છે અને સમાજમાં આગવી ચાહના ધરાવતા હોવાથી છછઁને આગામી ચૂંટણીમાં સારો ફાયદો થઇ શકે છે.
નોંધનીય છે કે, અલ્પેશ કથિરિયાના આપમાં જાેડાવાથી રાજનીતિના સમીકરણ બદલાશે. વર્ષ ૨૦૧૭ની ચૂંટણી વખતે અલ્પેશ કથીરિયા ભાજપમાં જાેડાશે તેવી ચર્ચાએ જાેર પકડ્યું હતું. ત્યારે હવે વર્ષ ૨૦૨૨ની ચૂંટણી પહેલાં તેઓ આમ આદમી પાર્ટીમાં જાેડાઈ રહ્યા છે.
ગુજરાત હાઈકોર્ટે ૧૫ જુલાઈએ અલ્પેશ કથિરીયાનાં જામીન મંજુર કર્યા હતા. જેથી અલ્પેશ કથિરીયા જેલ મુક્ત થયો હતો.
મહત્વનું છે કે, અગાઉ કન્વીનર અલ્પેશ કથીરિયા ભાજપમાં જાેડાઈ શકે છે તેવી શક્યતા સેવાઇ હતી.
અગાઉ કોંગ્રેસમાં જાેડાવાની વાતે પણ જાેર પકડયું હતું. તેવામાં અલ્પેશ કથીરિયાએ આ વાત પર ખુલાસો કરીને ભાજપમાં જાેડાવાની વાત માત્ર અફવા ગણાવી હતી. સરકાર પાટીદારોની માંગણીઓ નહીં સ્વીકારે ત્યાં સુધી હું ભાજપમાં નહિ જાેડાવ તેવું નિવેદન પણ અલ્પેશ કથીરિયાએ આપ્યું હતું.