સ્માર્ટફોનના વળગણને કારણે યુવાનો નોમોફોબિયાનો શિકાર
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/03/smartphones_Lcl6eyx.jpg)
(એજન્સી) અમદાવાદ, સ્માર્ટફોનનો ઉપયોગ ખુબ વધી ગયો છે. બાળકોથી લઈને વૃદ્ધો સુધી, સૌના હાથમાં તમને મોબાઈલ જાેવા મળશે. ટીનેજર્સમાં તો તેનું વળગણ અત્યંત ચિંતાજનક છે. જેના કારણે યુવાનો માનસીક બીમારીઓનો ભોગ બની રહયા છે.
યુવાવર્ગ નોમોફોલીયાનો શિકાર બની રહયો છે તે ખરેખર ચિંતાજનક બાબત છે. મોબાઈલ-સ્માર્ટફોન આજના સમયની જરૂરીયાત છે. પરંતુ મોબાઈલ અને સ્માર્ટ ફોનનો વિવેકબુદ્ધિપૂર્વક અને જરૂર મુજબ ઉપયોગ કરવો હિતાવહ છે. સંસ્કૃતમાં કહેવત છે કે અતિ સર્વત્ર વજયેત એટલે કે દરેક વસ્તુઓ અતિશય ઉપયોગ ન કરવો.
સ્માર્ટ ફોનના વધુ પડતા ઉપયોગને કારણે યુવાધન સ્માર્ટ ફોનના એટિકટ બની જાય નહી તે ખુબ જ જરૂરી છે. તાજેતરમાં સ્માર્ટ ફોનના વધુ પડતા ઉપયોગને કારણે યુવાનોમાં વધી રહેલા તણાવને કારણે માઠાં પરીણામો જાેવા મળી રહયા છે. અને તેની વિપરીત અસરોને અટકાવવા યોગ્ય સંભાળ લેવી જરૂરી છે.
આ અંગે હાથધરાયેલા સર્વેના કેટલાંક કિસ્સા ટાંકવામાં આવ્યા છે. જુલાઈમાં રાજકોટના જસદણમાં રહેતી એક ૧૭ વર્ષીય છોકરીએ પોતાનો જીવનનો અંત લાવી દીધો. કારણ જાણીને તમને નવાઈ નહી લાગે કારણ કે આવા કિસ્સાઓ હવે ઘણાં વધી ગયા છે.
સ્માર્ટફોન પર આખો દિવસ ગેમ રમતી રહેતી હોવાને કારણે ઠપકો આપવામાં આવ્યો હતો તેણે આટલું મોટું પગલું ભરી લીધું. ઉપર જણાવ્યું તેમ આ પ્રકારનો આ એકમાત્ર બનાવ નથી. સુરતની દસમા ધોરણની એક વિધાર્થીની અભ્યાસ પર ધ્યાન નહોતી આપતી. તેનું ધ્યાન હંમેશા ફોનમાં જ રહેતું હતું. માતા-પિતાએ ફોન લઈ લીધો હતો. તેણેએ પણ આપઘાત કર્યો હતો. ગુજરાતમાં આ પ્રકારના કિસ્સાની વધતી જતી સંખ્યા ચિંતાજનક છે.
મોબાઈલ ફોનના એડીકશનને કારણે યુવાનો આવેશમાં આવી જતા હોય છે. સૌરાષ્ટ્ર યુનિવસીટી સાઈકોલોજી વિભાગ દ્વારા ૪૪૧૦ ટીનેજર્સ ની એક સર્વે કરવામાં આવ્યોછ હતો.
આ સર્વેમાં મોબાઈલ ફોનની લત અને તેના કારણે જાેવા મળતા નકારાત્મક પ્રભાવો બાબતે ચોકાવનારી અને ચિંતાજનક વાતો સામે આવી છે. આ સર્વેમાં ટીનેજર્સને બે એજ ગ્રુપમાં વહેચવામાં આવ્યા હતા. ૧૩થી ૧પ વર્ષનું એક ગ્રુપ તેમજ ૧પથી૧૮ વર્ષનું એક ગૃપ સર્વેમાં છોકરાઓ અને છોકરીઓની સંખ્યા એકસમાન હતી. સર્વેમાં સામે આવ્યું કે છોકરાઓની સરખામણીમાં ટીનેજર છોકરીઓને મોબાઈલનું વળગાણ વધારે હોય છે.
અભ્યાસ અનુસાર છોકરીઓ દરરોજ લગભગ ૩-૪કલાક મોબાઈલ પાછળ પસાર કરે છે. મેડીકલ ભાષામાં મોબાઈલ ફોનને લગતી આ સમસ્યાને નોફોમાીયા નો મોબાઈલ ફોન ફોબીયા તરીકે ઓળખવામાં આવે છે.
મનૌવેજ્ઞાનીકનું કહેવું છે કે, જાે કોઈ વ્યકિત ૩ કલાક કરતા વધારે સમય મોબાઈલ ફોન સાથે પસાર કરે તો કહી શકાય કે નહી તેને લત લાગી ચુકી છે. મોબાઈલ ફોનની આ લતને કારણે યુવાનો અનેક માનસીક સમસ્યાઓનો શિકાર બની રહયા છે. ઉદાહરણ તરીકે ઉંઘના આવવી ધ્યાન કેન્દ્રીત ના કરી શકવું.