મુખ્યમંત્રી રવિવારના તમામ કાર્યક્રમો રદ કરી મોરબી પહોંચ્યા
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મોરબી દુર્ઘટનાના સ્થળે રૂબરૂ પહોંચીને બચાવ અને રાહત કામગીરીનું જાતનિરીક્ષણ કર્યું.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી મોરબી દુર્ઘટનાને લઈને ચિંતિત છે. તેઓશ્રી સતત મારી સાથે સંપર્કમાં છે અને બચાવ-રાહત કામગીરી તથા ઇજાગ્રસ્તોની સારવાર અંગે પળેપળની વિગત મેળવી રહ્યા છે.
મોરબીની ઝૂલતા બ્રિજ દુર્ઘટનામાં ગુણેનારો વિરુદ્ધ માં કલમ 304,308,114 મુજબ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
રાજકોટ જીલ્લા માંથી ૩૩ એમ્બુલન્સ,૭ ફાયર એન્જિન તેમજ ૬ બોટ મોરબી ઝુલતા પુલ ઘટના સ્થળ પર રાહત કાર્ય માટે મોકલેલ છે. જીલ્લા વહીવટી તંત્ર રાજકોટ સતત મોરબી જીલ્લા સાથે સંપર્ક માં રહી રાહત કામગીરી માં મદદ કરી રહ્યું છે.