પ્રધાનમંત્રી પહેલી તારીખે બપોર પછી મોરબીની મુલાકાત લેશે

મોરબીમાં ઝુલતા પુલ તૂટી પડવાને પગલે મચ્છુ નદીમાં આર્મી, નેવી, એરફોર્સ, NDRF, ફાયર બ્રિગેડ સહિતની ટીમોએ આખી રાત સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ડોકટરોએ ખડેપગે રહીને તાત્કાલિક સારવાર આપી હતી.
મોરબીમાં ઝુલતા પુલ તૂટી પડવાને પગલે મચ્છુ નદીમાં આર્મી, નેવી, એરફોર્સ, NDRF, ફાયર બ્રિગેડ સહિતની ટીમોએ આખી રાત સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું.
મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ડોકટરોએ ખડેપગે રહીને તાત્કાલિક સારવાર આપી હતી. pic.twitter.com/uH3hMUnYvR
— CMO Gujarat (@CMOGuj) October 31, 2022
મોરબી ખાતે દુર્ઘટના સ્થળ પર સતત હાજર રહી અવિરત ચાલી રહેલ રાહત-બચાવ કામગીરીનું રુબરુ નિરિક્ષણ કરી જરૂરી માર્ગદર્શન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ટ્વિટર પર ટ્વિટ કરવામાં આવ્યું હતું કે, પ્રધાનમંત્રી પહેલી તારીખે બપોર પછી મોરબીની મુલાકાત લેશે
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મોરબી કલેક્ટર કચેરી ખાતે વિવિધ વિભાગના અધિકારીઓ સાથે દુર્ઘટના સંદર્ભે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક હાથ ધરી હતી.
રાત્રિના અઢી વાગે મુખ્યમંત્રી મોરબીના ઘટનાસ્થળ પર હાજર થઈ ગયા હતા અને ચાલી રહેલ રેસ્ક્યુ ઓપરેશનની નિગરાની કરી રહ્યા છે અને જરૂરી સૂચનો કરી રહ્યા છે. બચાવ કામગીરી નું નિરીક્ષણ મોરબીથી કરી રહ્યા છે.