સરદાર પટેલની જન્મ જયંતિ – એકતા દિવસ નિમિત્તે ‘રન ફોર યુનિટી’ યોજાઈ

(માહિતી) નડિયાદ, સરદાર પટેલની જન્મ જયંતિ – એકતા દિવસ નિમિત્તે જિલ્લા રમત ગમત તથા યુવા વિકાસ અને સાંસ્કૃતિક કેન્દ્ર દ્વારા કુલ ૩ કિ.મી ની ‘રન ફોર યુનિટી’ નું મુખ્ય ગેટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, મરીડા ભાગોળ, નડીઆદ થી આયોજન કરવામાં આવ્યું હતુ. આ યાત્રા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ મુખ્ય ગેટ, મરીડા ભાગોળ – સલુણ પોલીસ ચોંકી થી સરદાર પટેલ જન્મ સ્થળ – સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ પરત ફરીને કુલ ૩ કિ.મીના રૂટમાં યોજાઈ હતી.
રન ફોર યુનીટીની આ યાત્રામાં, જિલ્લા રમત વિકાસ અધિકારી, ખેડા-નડીઆદ ડૉ. મનસુખભાઈ તાવેથીયા, જિલ્લા રમત ગમત અધિકારી, ખેડા-નડીઆદ શ્રી લક્ષમણસિંહ ચૌહાણ, , શિક્ષણ નિરીક્ષકશ્રી જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, ખેડા નડીઆદ, શ્રી રાજેશભાઈ સુમેરા, જિલ્લા યુવા અધિકારી, નહેરુ યુવા કેન્દ્ર, નડીઆદ શ્રી મહેશભાઈ રાઠવા, જિલ્લા યુવા વિકાસ અધિકારી, ખેડા-નડીઆદ શ્રી અક્ષયભાઈ મકવાણા, પ્રાંત યુવા વિકાસ અધિકારી, ખેડા-નડીઆદ ડૉ. ચેતન શિયાણીયા, જિલ્લા સંયોજક સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ, શ્રી હિરેનભાઇ પોકાર, તાલુકા સંયોજક સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ, શ્રી નટવરસિંહ સોઢા, નડિઆદ પોસ્ટ વિભાગના કર્મચારીઓ, સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ અને નહેરૂ યુવા કેન્દ્ર ના સંયોજકો, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ નડીઆદના કોચ તથા રમતવીરો અને જિલ્લા વહિવટી તંત્ર, ખેડા – નડીઆદ સહિત મોટી સંખ્યામાં લોકો જાેડાયા હતા.