સરદાર પટેલ જયંતી અંતર્ગત રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાયો

(પ્રતિનિધિ) આણંદ, ભારત સરકાર ના યુવા કાર્યક્રમ હેઠળ કાર્યરત એવી નેહરુ યુવા કેન્દ્ર-આણંદ ની કાર્યાલય દ્વારાઆજ રોજ લોહપુરુષ સરદાર પટેલ સાહેબ ની ૧૪૭ મી જન્મજયંતી ના અવસર પર જિલા વહીવટીતંત્ર-ખેડાના સહયોગ થી રન ફોર યુનિટી કાર્યક્રમ નું આયોજન લોહપુરુષ શ્રી સરદાર પટેલ મેમોરીઅલ ટ્રસ્ટ,કરમસદ ખાતે કરવામાં આવ્યું.જેમાં સરદાર પટેલ મેમોરીઅલ ટ્રસ્ટ,કરમસદ થી લઈને પુરા કરમસદ ગામ માં લઇ ને સરદાર સાહેબ ના ઘર સુધી એક રાષ્ટ્રીય એકતા દોડ નું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ ની શરૂઆત રાષ્ટ્રીય એકતા સપથ લેવડાવી કરી.ત્યારબાદ હાલ માજ મોરબી ખાતે બનેલ ઘટના માં ભોગ બનનારા મૃતજનો ની દિવંગત આત્મ ને શાંતિ અર્થે ૨-મિનટ નું મૌન પાડવામાં આવ્યું હતું. નેહરુ યુવા કેન્દ્ર-આણંદ ની કચેરી ના સેવા કર્મી મિત્રો ના ૧૦૦ ની સંખ્યામાં યુવાન/યુવતીઓ હાજર રહી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.
સદર કાર્યક્રમ માં સરદાર પટેલ મેમોરીઅલ ટ્રસ્ટ, થી લઇ ને સરદાર પટેલ સાહેબ ના ઘર સુધી એક રેલી નું પણ આયોજન કરવામાં આવ્યું.મહેમાનો માં અક્ષય શર્મા,જિલા યુવા અધિકારી, નેહરુ યુવા કેન્દ્ર-આણંદ, વિજય અજવાલીયા,પબ્લિક રીલેશન ઓફિસર,પોસ્ટ ઓફીસ-આણંદ, કલ્પેશ પટેલ,પોલીસ અધિકારી કરમસદ, મુકેશ મહીડા,યુવા કાર્યકર હાજર રહી યુવાનો ને પ્રોત્સાહિત કર્યા.