મોરબી હોનારતમાં ભુઈવાડાના એક જ પરિવારના 7 નાં મોત
મોરબી, મોરબીમાં ઝૂલતો પુલ તૂટતાં ૪૦૦થી ૫૦૦ લોકો મચ્છુ નદીમાં ખાબક્યા હતા. જેમાં અત્યાર સુધી ૨૫થી વધુ બાળકો સહિત ૧૪૦થી વધુના મોત થયા હોવાનું સામે આવ્યું છે જ્યારે મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે. એવામાં આરીફશા નૂરશા શાહમદાર કે જેમના ઘરના ૮ લોકો ઝુલતા પુલ ખાતે ફરવા ગયા હતા.
તેમાંથી તેમના પત્ની અને ૫ વર્ષીય દીકરાનો મૃતદેહ સવારે મળ્યા હતાં ત્યારે બાદ પાંચ લોકના મૃતદેહ મળ્યા હતાં. આઠ લોકો ફરવા ગયા જેમાંથી એક જ પરિવારના સાત લોકોના મોત થયાં છે. જે પરિવાર માથે આભ ફાટ્યું છે.
મોરબીની ગોઝારી ઘટનામાં અનેક લોકોના મોત થયા છે. ત્યારે મોરબીના ભુઈવાડા વિસ્તારમાં રહેતા એક જ પરિવારના ૭ લોકોના મોત થયા છે. મોરબીના ભુઈવાડા વિસ્તારમાં રહેતા એક જ પરિવારના ૮ લોકો ઝૂલતા પુલ પર ગયા હતા. અને પુલ તૂટવાના કારણે ૭ લોકો નદીમાં ખાબક્યા હતા.
જ્યારે એક મહિલા તૂટેલા ઝુલા પર લટકી ગયા હતા. જેના કારણે તેમનો જીવ બચી ગયો હતો. એક જ પરિવારના ૭ લોકોના મોત થતા પરિવાર પર દુઃખનું આભ ફાટ્યું હતું. મૃતકના પરિવારજનો અને સામાજિક અગ્રણીઓએ જવાબદારો સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે તેવી પણ માગ કરવામાં આવી રહી છે.
ઝૂલતો પુલ તૂટવાની કરૂણાંતિકાને પગલે સમગ્ર મોરબીમાં માતમ છવાયો છે. વિગતો મુજબ આરીફશા નૂરશા શાહમદાર મજૂરી કામ કરે છે. તેમના બેન જામનગરથી આવ્યા હતા અને તેઓ ઘરના ૮ લોકો મોરબીના ઝુલતા પુલ ખાતે ફરવા ગયા હતા.
જેમાં તેમના પત્ની દીકરો દીકરી અને ભાભી અને ભત્રીજીનો તેમજ બેન, બેનની દીકરી-દીકરાનો સમાવેશ થાય છે. જેમાં સાત લોકોના મોત થયાં છે. ૮ પૈકી એક મહિલા ઝુલામાં લટકી જતા બચાવી લેવાઈ હતી.