પેટ્રોલ-ડીઝલના ભાવમાં ૪૦ પૈસાના ઘટાડો કરાયો

નવી દિલ્હી, દેશભરમાં લોકોને રાહત મળ્યાના સમાચાર આવી રહ્યા છે. ૧ નવેમ્બર એટલે કે મંગળવારથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં ૪૦ પૈસાના ઘટાડો આવ્યો છે. નવા ભાવ ૧ નવેમ્બર સવારે ૬ વાગ્યાથી લાગૂ થઈ જશે.
દેશભરમાં ૨૨ મેના રોજ કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પર લાગતી એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડો કર્યો હતો. જે બાદ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવ ૯૬.૭૨ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ ૮૯.૬૨ રૂપિયા પ્રતિ લીટર પર સ્થિર છે.
સોમવાર સવારથી જ ઘટાડાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું હતું. ઈંટરનેશનલ માર્કેટમાં લાંબા સમયથી ક્રૂડ ઓયલ ૯૫ ડોલર પ્રતિ બેરલની નીચે છે.
ત્યારે આવા સમયે જનતાને પેટ્રોલ-ડીઝલ સસ્તું થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી હતી. સાંજ થતાં થતાં ૪૦ પૈસાની રાહતની જાહેરાત કરી દેવામાં આવી છે. ૩૧ ઓક્ટોબર એટલે કે સોમવારે દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પેટ્રોલ ૧૦૬.૩૧ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ ૯૪.૨૭ રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.
આ ઉપરાંત ચેન્નાઈમાં પેટ્રોલનો ભાવ ૧૦૨.૬૩ રૂપિયા અને ડીઝલનો ભાવ ૯૪.૨૪ રૂપિયા પ્રતિ લીટર છે. તો વળી કલકત્તામાં પેટ્રોલ ૧૦૬.૦૩ રૂપિયા અને ડીઝલનો ભાવ ૯૨.૭૬ રૂપિયા પ્રતિ લીટર છે. હાલમાં પણ તમામ જગ્યા પર ૪૦ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે, જે ૧લી નવેમ્બર સવારે ૬ વાગ્યાથી લાગૂ થઈ જશે.SS1MS