Western Times News

Gujarati News

બિહારમાં કાર્તિકી પૂણિમા પર સ્નાન દરમ્યાન ડૂબી જવાથી ૧ર લોકોના મોત

(એજન્સી) પટણા, કાર્તિકી પૂર્ણિમાના અવસરે બિહારના (Patna, Bihar, Kartiki purnima) અનેક જીલ્લાઓમાં ડૂબી જવાથી થયેલા મોતની આંકડો ૧ર પર પહોંચી ગયો છે. નવાડા અને નાલંદામાં ત્રણ ત્રણ લોકોના મોત થયા છે. પટણાના પૂરમાં બે લોકોના મોત થયાના સમાચાર છે. જ્યારે મોતિહારી, છપરા, ઔરંગાબાદ અને સીતામઢીમાં એક એક વ્યક્તિના મોત થયાના સમાચાર છે. જ્યારે અલગ અલગ દુર્ઘટનાઓમાં ચાર લોકો ગુમ થયા છે.

આજે સવારે કાર્તિકી પૂર્ણિમાના અવસરે સીતામઢીના બૈરગનિયામાં મોટી દુર્ઘટના થઈ હતી. અહીં બાગમતી નદીમાં ચાર લોકો ડૂબી ગયા હતા. જેમાંથી એકનો મૃતદેહ મળી આવ્યો હતો. અન્ય એક વ્યક્તિએ પણ જીવ ગુમાવ્યો છે. આ દુર્ઘટનામાં અન્ય બે લોકો ગુમ છે. એસડીઆરએફની ટીમ બંન્નેની શોધખોળ ચલાવી રહી છે.

કહેવામાં આવી રહ્યુ છે કે કાર્તિકી પૂર્ણિમાને લઈને મંગળવારે અહીં હજારોની સંખ્યામાં લોકો એકઠા થયા હતા. અહીં તંત્ર તરફથી પૂરતી વ્યવસ્થા કરવામાં આવી નહોવાનો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે. અહીં પોલીસ જવાનો તહેનાત કરવામાં આવ્યા નહોતા. એટલું જ નહીં સુરક્ષા માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી નહોતી. આ જ કારણે સ્નાન વખતે ચાર લોકો ઉંડા પાણીમાં ગરક થઈ ગયા હતા. કાર્તિકી પૂર્ણિમાને લઈને સીતામઢીના બૈરગનિયામાં રહેતા રાહુલ ઝા, પંકજ મિશ્રા, સુધાંશુ મિશ્રા અને પ્રકાશ ઝા નહાવા માટે બાગમતી નદીમાં પડ્યા હતા. અહીં ભીડ લાગી હતી. ચારેય ઉંડા પાણીમાં ગરક થઈ ગયા હતા.

ચારેય ડૂબી ગયાના સમાચાર મળતાં જ વિસ્તારમાં હંગામો મચી જવા પામ્યો હતો. સ્થાનિક તરવૈયાઓએ પંકજ ઝા ને સલામત રીતે બહાર કાઢી લીધો હતો. જ્યારે પ્રકાશ ઝાનું ડૂબી જવાથી મોત થઈ ગયુ હતુ. સુધાંશુ અને રાહુલ ગુમ થયા છે. સ્થાનિક લોકોના હંગામા બાદ એસડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ઘટનાના સમાચાર મળતા જ જીલ્લા હેડક્વાર્ટર્સથી ડીએમ, અસડીએમ અને ડીએસપીને ઘટનાસ્થળે દોડાવવામાં આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.