પુનગામને એકરે ૧.૬૭ કરોડનો આર્બીટ્રેટર દ્વારા આર્બીટ્રેશન એવોર્ડ જારી

૩૪ ખેડૂતોને ૪૦.૯૦ એકરના મળશે ૬૮.૩૪ કરોડ રૂપિયા
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લાના ૩ તાલુકાના ૩૨ ગામના ૧૩૦૦ ખેડૂતો માટે હવે ખરી દિવાળીનો માહોલ ભરૂચ જીલ્લા ભાજપના પ્રયાસોથી શરૂ થયો છે. ભારત માલા પ્રોજેકટમાં સમાવિષ્ટ દિલ્હી-મુંબઈને જાેડતા દેશના સૌથી લાંબા એક્સપ્રેસ વે માં ભરૂચ જીલ્લાના જમીન ગુમાવનારા ખેડૂતોને જમીન સંપાદનનું યોગ્ય વળતર મળી રહે તે માટે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને સાથે રાખી ભરૂચ જિલ્લાના પ્રતિનિધિ મંડળ જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્યો ઈશ્વરસિંહ પટેલ, દુષ્યંત પટેલ, અરૂણસિંહ રણા, મહામંત્રી નિરલ પટેલ, ફતેસિંહ ગોહિલ સહિતે દિલ્હી દરબારમાં ચાર વખત ધામાં નાખ્યા હતા. ભરૂચના સાંસદ, અંકલેશ્વર ધારાસભ્ય, જિલ્લા પ્રમુખે પ્રદેશ અધ્યક્ષ સાથે મળી દિલ્હી ખાતે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીની વખતો વખત રૂબરૂ મુલાકાત લીધી હતી.
જીલ્લાના એક્સપ્રેસ વે ના ૧૩૦૦ અસરગ્રસ્ત ખેડૂતોની NHAI સામે દક્ષિણ ગુજરાતના અન્ય જીલ્લા સુરત, નવસારી સહિતના પ્રમાણે જમીન સંપાદન વળતર ચૂકવવાની માંગણી પાછલા ચાર વર્ષથી ચાલી રહી હતી. ખેડૂત સમન્વય સમિતિ અને જીલ્લા કિસાન સંઘના કાર્યકારી પ્રમુખ નિપુલ પટેલ સાથે જીલ્લા ભાજપ સંગઠને જીલ્લાના ખેડૂતોને તેઓની મહામૂલી જમીનનું યોગ્ય વળતર અપાવવા બાંહેધરી આપી રાજ્ય સરકારમાં પણ રૂબરૂ રજુઆત કરી હતી.
ભાજપની ડબલ એન્જીન સરકારમાં ભરૂચ જીલ્લાના એક્સપ્રેસ વે ના ખેડૂતોને હવે આર્બીટરી એવોર્ડ મળવાની શરૂઆત થઈ છે.ભરૂચ જીલ્લા આર્બીટ્રેટર અને કલેકટર તુષાર સુમેરા દ્વારા પુનગામ માટે આર્બીટ્રેશન એવોર્ડ ૧૪૨ પ્રતિ ચોરસ મીટર થી વધારી ૬૪૦ સોમવારે જાહેર કરવામાં આવ્યો છે.
જેને લઈ પુનગામના ૩૪ ખેડૂતો માં હવે ખરી દિવાળીની ખુશી પ્રસરી ગઈ છે.આજે ખેડૂતોએ રૂબરૂ મળી ભાજપ જીલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, ધારાસભ્યો, મહામંત્રી, પ્રદેશ પ્રમુખ સહિતનો આભર વ્યક્ત કર્યો હતો.પુનગામના ખેડૂતોને હવે એકરે રૂપિયા ૧.૬૭ કરોડ મળશે. ગામની કુલ ૪૦.૯૦ એકર જમીન સંપાદિત કરાઈ છે.
સાથે જ જીલ્લા ભાજપ દ્વારા સૂચન પણ કરાયું છે કે આ એવોર્ડ સામે NHAIકોર્ટમાં ના જાય અન્ય ૩૧ ગામોના પણ આર્બીટ્રેશન એવોર્ડ હવે આવવા લાગતા ખેડૂતોમાં ડબલ એન્જીનની સરકારના જીલ્લા ભાજપના પ્રયાસોને લઈ ખુશીનો માહોલ છવાઈ ગયો છે.