ખોડલધામ પરિવાર દ્વારા સરદાર પટેલની જન્મ જયંતીની ઉજવણી કરાઈ

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લાના અંકલેશ્વર જીઆઈડીસી ખાતે સરદાર પટેલ સમાજ દ્વારા અને ખોડલધામ પરિવાર અંકલેશ્વર સાથે મળીને સરદાર પટેલને ૧૪૭ મી જન્મજયંતિ નિમિત્તે સરદાર પટેલ ભવન અંકલેશ્વર અને સરદાર પાર્ક ખાતે એકઠા થઈ સાદગીભર્યો રીતે ફુલહાર પહેરાવીને ઉજવણી કરવામાં આવી હતી.
આજ રીતે ભરૂચ શહેર ખોડલધામ યુવા સમિતિ દ્વારા પણ સરદાર પટેલની પ્રતિમાને ફુલ અર્પણ કરવામાં આવ્યા હતા.આ ઉપરાંત ભરૂચ જીલ્લાના જંબુસર તાલુકાના ખોડલધામ યુવા સમિતિ જંબુસર અને કલીયારી વિભાગ લેઉઆ પાટીદાર સમાજના ઉપક્રમે કલીયારી તાલુકો જંબુસર જીલ્લો ભરૂચ મુકામે સરદાર પટેલ જન્મજયંતી નિમિતે સરદાર સાહેબની પ્રતિમાને ફૂલહારથી વંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો.
જેમાં ખોડલધામ સમિતિ જંબુસર તથા ખોડલધામ યુવા સમિતિ જંબુસરના સભ્યો તેમજ કાલીયારી વિભાગ લેઉઆ પાટીદાર સમાજના અગ્રણીઓ તથા સભ્યો હાજર રહ્યા હતા.જેમાં સમાજની દીકરીઓ પણ હાજર રહી હતી.