પુલ દુર્ઘટનાના આરોપીઓ તરફી કોઇ વકીલ કેસ નહી લડે
(એજન્સી)મોરબી, મોરબી બ્રિજ દુર્ઘટનાએ આખા રાજયને થરથરાવી નાખ્યું છે. આ હોનારતનો આજે ત્રીજાે દિવસ છે. જેમાં કશૂરવાર ૯ આરોપીને પોલીસે ઝડપી લીધા છે. ત્યારે આ મામલે મોરબી બાર એસોસિએશન દ્વારા મહત્વનો ર્નિણય લેવામાં આવ્યો છે.
જેમાં આરોપી તરફી કોઇ વકીલ કેસ નહી લડે તેવી જાહેરાત કરવામાં આવી છે. ૯ આરોપીને આજે કોર્ટમાં રજૂ કરતા બાર એસોસિએશન દ્વારા આ પ્રકારનો ર્નિણય કરાયો હતો. વકીલોના આ ર્નિણયને લઈને જવાબદારોને ભીંસ પડતાં જિલ્લા બહારથી વકીલની મદદ મેળવવા માટે પ્રશાસન તજવીજ કરી રહ્યું છે.
જેમાં આરોપીઓ તરફી સુરેદ્રનગરના વકીલની મદદ લેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. મોરબી દુર્ઘટનામાં પોલીસની કાર્યવાહીનો ધમધમાટ ચાલી રહ્યો છે. પોલીસે અત્યાર સુધી ૯ આરોપીઓની અટકાયત કરી છે. જે તમામ આરોપીઓને ગઇકાલે મોરબી સિવિલ લાવવામાં આવ્યા હતા.
જેમાં ૨ મેનેજર,૨ રિપેરિંગનું કામ કરનાર કોન્ટ્રાકટર પિતા પુત્ર, ૩ સિક્યુરિટી ગાર્ડ, ૨ ટિકિટ ક્લાર્કની અટકાયત કરી લેવામાં આવી છે. જેમના નામ દિપક પારેખ(મોરબી)૪૪ વર્ષ, દિનેશ દવે(મોરબી)૪૧, મનસુખ ટોપીયા (મોરબી)૫૯, માદેવ સોલંકી( મોરબી)૩૬, પ્રકાશ પરમાર(ધ્રાંગધા)૬૩, દેવાંગ પરમાર(ધ્રાંગધા)૩૧, અલ્પેશ ગોહિલ(દાહોદ)૨૫, દિલીપ ગોહિલ(દાહોદ)૩૩, મુકેશ ચૌહાણ(દાહોદ)૨૬ ની ધરપકડ કરાઇ છે.