પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ૨ રૂપિયા સુધીનો ઘટાડો થઈ શકે
નવી દિલ્હી, દેશમાં વધતી મોંઘવારી વચ્ચે સામાન્ય જનતા માટે રાહતના સમાચાર આવી શકે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો જાેવા મળી શકે છે. ક્રૂડ ઓઈલના ભાવ ઘટતાં અને ફ્યૂલ પ્રાઈસ રિટેલરને થઈ રહેલા ફાયદાના કારણે આ રાહત મળી શકે છે.
પેટ્રોલ પર પ્રતિ લિટર ૬ રૂપિયાનો ફાયદો થઈ રહ્યો છે જ્યારે ડીઝલની અંડર રિકવરી પર પણ ૧૦ રૂપિયા સુધીનો કાપ મૂકાઈ શકે છે. જ્યારે પણ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ઘટાડો કરાશે તો તે મે ૨૦૨૨ પછીનો પ્રથમ ઘટડો હશે. મે ૨૦૨૨માં કેંદ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પર અનુક્રમે ૮ અને ૬ રૂપિયા એક્સાઈઝ ડ્યૂટી ઘટાડી હતી.
યુક્રેન પર રશિયાએ હુમલો કરતાં ઓઈલની કિંમતો રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ હતી ત્યારે ગ્રાહકોને રાહત આપવા માટે સરકારે આ ર્નિણય કર્યો હતો. સૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ, જાે ઓઈલ અને રૂપિયાનું હાલનું સ્તર જાળવી રહેશે તો પેટ્રોલ-ડીઝલના ભાવમાં પ્રતિ લિટર ૨ રૂપિયા સુધીનો ઘટાડો થઈ શકે છે.
જાેકે, ભાવમાં ઘટાડો એકવારમાં થઈ જશે કે ધીમે-ધીમે થશે એ વાતને લઈને જૂરીમાં અસમંજસ છે કારણકે, ઓઈલ માર્કેટમાં હજી પણ ઉતાર-ચઢાવ જાેવા મળી રહ્યો છે. જાેકે, યુક્રેનમાં યુદ્ધ શરૂ થયું તેની શરૂઆતના દિવસોની તુલનામાં નીચલા સ્તરે છે.
રાજકારણની દ્રષ્ટિએ જાેઈએ તો, પેટ્રોલ-ડીઝલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં આવી શકે છે કારણકે હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં ચૂંટણી યોજાવાની છે.
પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટે તો સત્તારૂઢ પક્ષને ફાયદો થઈ શકે છે. હિમાચલ પ્રદેશની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે જ્યારે ગુજરાતની ચૂંટણીની તારીખ હવે ગમે તે દિવસે જાહેર થઈ શકે છે.
ઈંધણની કિંમતમાં ઘટાડો થવાથી ફુગાવામાં રાહત મળી શકે છે સાથે જ મોંઘવારીને લઈને સરકારની નિંદા કરતા વિપક્ષને પણ લપડાક મળી શકે છે. મંગળવારે ઓઈલની કિંમતોમાં ઘટાડો થતાં સરકારે ક્રૂડ પરથી મળેલા ટેક્સને ૧૧,૦૦૦ રૂપિયા પ્રતિ ટનથી ઘટાડી ૯,૫૦૦ રૂપિયા પ્રતિ ટન કર્યો છે.
આ જ પ્રકારે, માર્જિન વધતાં જેટ ફ્યૂઅલ પરનો એક્સપોર્ટ ટેક્સ ૩.૫૦ રૂપિયા પ્રતિ લિટરથી વધારીને ૫ રૂપિયા કરવામાં આવ્યો છે. જ્યારે ડીઝલ પર ૧૨ રૂપિયા પ્રતિ લિટરથી વધારીને ૧૩ રૂપિયા પ્રતિ લિટર કર્યો છે. ભારતીય બજારમાં બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ (ભારતીય રિફાઈનરો દ્વારા ખરીદાતું ક્રૂડ)નું વેઈટેજ ૨૫ ટકા જેટલું છે અને જ્યારે એક્સાઈઝ ડ્યૂટી પર કાપ મૂકવામાં આવ્યો ત્યારે તેનો પ્રતિ બેરલ ભાવ ૧૧૫ ડોલર હતો.
ત્યાર પછીથી તેની કિંમત ઘટતી રહી છે અને ૯૫ ડોલરની આસપાસ રહી છે. જાેકે, સપ્ટેમ્બરમાં થોડા સમય માટે ભાવ ૯૦ ડોલર પ્રતિ બેરલ થયો હતો. એક્સાઈઝ ડ્યૂટી ઘટાડવામાં આવી ત્યારથી રિટેલરોએ પંપનો ભાવ સ્થિર રાખ્યો છે જેના કારણે બ્રોકરેજ કંપનીઓને પેટ્રોલ પર પ્રતિ લિટર ૧૦ રૂપિયાનું અને ડીઝલ પર ૧૪ રૂપિયા પ્રતિ લિટરનું નુકસાન થયું છે. એપ્રિલથી જૂનના ત્રિમાસિક ગાળામાં આ નુકસાન થયું છે.SS1MS